કાર્યક્રમ અંતર્ગત ૧૮ સખીમંડળના બહેનોને 'લખપતિ દીદી' તરીકે પુરસ્કૃત કરાયા તથા ૧૦ સખીમંડળના બહેનોને રૂ.૩૩ લાખના ચેકનું વિતરણ કરાયું
જામનગર તા.૨૯, જામનગર તાલુકાના ધુંવાવ સ્થિત એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. એસ.બી.આઈ. તરફથી પ્રાપ્ત થયેલ રૂ. 1.28 કરોડના CSR ફંડ દ્વારા નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ, બિલ્ડીંગ બેઝ તથા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર બાલાજીકુમાર સિંઘસામંતાની ગરિમામય ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
મહિલા સશક્તિકરણને વેગ આપતા આ કાર્યક્રમમાં ૧૮ સખીમંડળના બહેનોને 'લખપતિ દીદી' તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ ૧૦ સખીમંડળના બહેનોને કુલ રૂ. 33 લાખના ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
સંસ્થાના સફળ તાલીમાર્થીઓ જશુબેન ખરા, ભટ્ટી અનિતાબા, નકુમ પ્રિયંકા, ચોખલિયા મંજુબેન અને નાગસ પૂરીબેન જેવા ઉદ્યમી બહેનો દ્વારા પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની મહેમાનોએ રૂબરૂ મુલાકાત લઈ બહેનોના કૌશલ્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર, DRDA ના DLM નવીનકુમાર સિંહ, તમામ તાલુકાના TLM, APM, CC સ્ટાફ તથા ધુંવાવ ગામના અગ્રણીઓ અને તાલીમાર્થીઓ સહિત આશરે ૩૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
