જામનગરના વિભાપર ગામના એક સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર દેશ અને ગુજરાત સહિત જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧' (VIKRAM-1) ને લોન્ચ કરનાર અગ્રણી સ્પેસ કંપની 'સ્કાયરૂટ એરોસ્પેસ' (Skyroot Aerospace) સાથે જોડાઈને પૃથ્વીએ આ ઐતિહાસિક સફળતામાં સિંહફાળો આપ્યો છે. તેણીએ મિશન આગમન અંતર્ગત વિક્રમ-૧ લોન્ચ વ્હીકલ માટેના ઓટોપાયલેટને ડિઝાઇન અને ડેવલોપ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રીહરિકોટા ખાતેથી કરાયેલા આ ઐતિહાસિક રોકેટના સફળ પરીક્ષણમાં પૃથ્વીએ સમગ્ર ટીમ સાથે સહભાગી થઈને આ અદ્દભુત ક્ષણ સાકાર કરી છે.
શિક્ષણ અને કારકિર્દીની સફર
પૃથ્વીની આ ભવ્ય સફળતા તેની વર્ષોની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેણીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ જામનગરની હરિયા સ્કૂલમાંથી ધોરણ-૧૦ અને મોદી સ્કૂલમાંથી ધોરણ-૧૨ સાયન્સ પૂર્ણ કરીને કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિષયમાં બી.ઈ. (B.E.) ની પદવી મેળવી હતી. ઉચ્ચ અભ્યાસ માટે તેણીએ પૂણેની પ્રતિષ્ઠિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) માંથી ગાઇડેડ મિસાઇલ્સમાં વિશેષજ્ઞતા સાથે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ.ટેક (M.Tech) ની ડિગ્રી મેળવી હતી. આ ઉચ્ચ શિક્ષણ બાદ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી હૈદરાબાદ ખાતે DRDO ની પ્રયોગશાળા DRDL માં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર કામ કરીને અદભુત અનુભવ મેળવ્યો હતો.
ઐતિહાસિક મિશનમાં યોગદાન
DRDO માં દેશ સેવા આપ્યા બાદ, પૃથ્વી સંઘાણી વર્ષ ૨૦૨૬ સુધી સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ (GNC) ટીમમાં 'કંટ્રોલ સિસ્ટમ લીડ' તરીકે જોડાઈ હતી. આ પદ પર રહીને તેણીએ વિક્રમ-૧ રોકેટના ઓટોપાયલટની અત્યાધુનિક ડિઝાઇન અને વિકાસની જવાબદારી સંભાળી હતી, જે રોકેટને અવકાશમાં ચોક્કસ દિશા આપવા માટે સૌથી મહત્વનો ભાગ ગણાય છે. હાલ જૂન ૨૦૨૬થી પૃથ્વી એરોસ્પેસ ડિફેન્સના એક નવા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંતર્ગત પોતાની સેવાઓ આપી રહી છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને સ્પેસ ટેક્નોલોજી જેવા જટિલ ક્ષેત્રમાં કાઠું કાઢનારી પૃથ્વીની આ સફળતા આજે દેશભરની યુવતીઓ માટે એક મોટો પ્રેરણાસ્રોત બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
