આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે શલ્યતંત્ર વિભાગ દ્વારા તા. ૧૫ અને ૧૬ ડિસેમ્બર સવારે ૯ થી ૧૨:૩૦ તેમજ ૪ થી ૫:૩૦ દરમિયાન શલ્યતંત્ર ઓ.પી.ડી. નંબર – ૧૮, રૂમ નં-૧૦૬, બીજો માળ, ઓ.પી.ડી બ્લોક, પંચકર્મ ભવન, ધન્વંતરી મેદાન પરિસર, આઇ.ટી.આર.એ. ખાતે જનરલ સરજરીને લગત રોગો માટે વિનામૂલ્યે નિદાન સારવાર સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સારણ ગાંઠ, વધરાવળ, ફાયમોસીસ, પીતાશયની પથરી-સોજો, એપેન્ડિક્ષનો સોજો, પેશાબની નળી સાંકળી થવી, પેશાબની થેલીનો સોજો, ઉનવા કે પેશાબમાં રસી થવા વગેરે તકલિફો માટે બે દિવસીય નિ:શુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ રહેશે અહીં આયુર્વેદ નિષ્ણાત તબીબ ડૉ. દુધમલ, ડૉ. જોશી અને ડૉ. મેઘાણી દ્વારા નિદાન સારવાર આપવામાં આવશે તેમાં દરદીએ જો હોય તો જૂના રિપોર્ટ સાથે લાવવાનો રહેશે.
આ સુવિધાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
