સમગ્ર વોર્ડ- નાં ૧૪ માં જુદા જુદા વિસ્તારોમાં કુલ ૨૦૮.૮૯ લાખના ૪૦ જેટલા વિકાસના કાર્યોના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયા
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં જુદાજુદા વોર્ડમાં વિકાસની વણથંભી રફતાર અવિરત ચાલુ રહી છે, અને વોર્ડ નંબર ૭ અને ૮ અને ૧૪ બાદ વોર્ડ નંબર ૧૩ માં પણ એકી સાથે કુલ રૂપિયા ૨૦૮. ૮૯ લાખના ૪૦ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.
ઉપરોક્ત તમામ વિકાસકર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી ને આવકાર અપાયો હતો. જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુર્યા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના પ્રમુખ બિનાબેન કોઠારી,મહામંત્રી વિજયસિંહ જેઠવા,ભાવેશભાઈ ઠુમ્મર અને મૃગેશભાઇ દવે,વોર્ડ નંબર ૧૩ ના કોર્પોરેટર કેતનભાઈ નાખવા, પ્રવીણાબેન રૂપડીયા, બબીતાબેન લાલવાણી ઉપરાંત શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧૩ ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
