હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઇ ડોરીયા તથા મથુરરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ફિરોજભાઇ ખફી તથા બળભદ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામે આવેલ હોટલ ૬૬૬ રૂમ નં-૨૦૨ માં વિશાલસિંગ મહુ તથા હરપ્રીતસિંગ પંજાબી તથા બિકરમજીતસિંગ પંજાબી તથા જગદિપસિંગ બેહરા રહે બધા પંજાબ વાળોઓ કેફી માદક પદાર્થ પાવડર લઈને આવેલ હોય અને હાલ હોટલ ૬૬૬ રૂમ નં-૨૦૨ માં રોકાયેલ હોય છે જેથી સદરહુ હોટલમાં રેઈડ કરતા ત્યાથી હકિકત મુજબના ચાર ઈસમો ગે.કા. માદક પદાર્થ હેરોઈન ૪૧૮ ગ્રામ કી.રૂા. ૮૩,૬૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા, સાત મોબાઈલ ફોન, વજન કાટો વિગેરે મળી કુલ કિંમત રૂપિયા ૮૪,૧૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ જતા મજકુર ઈસમો વિરૂધ્ધ મેઘપર (પડાણા) પો.સ્ટે. બી-પાર્ટ ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૨૦૩૮૨૬૦૧૦૦/૨૦૨૬ N.D.P.S. એક્ટની કલમ ૮(સી), રર(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
આરોપીનુ નામ:- (૧) વિશાલસિંઘ જસવિરસિંધ મટુ, (૨) હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી (૩) બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી (૪) જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરા મુળ રહેવાસી બધા પંજાબ
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.વી.ખેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર પી.પી.જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાયદેભાઈ ગાગીયા, તોસીફભાઈ તાયાણી, લાલજીભાઈ રાતડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ફુલદિપસિંહ સોઢા દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
