દિવાળી પર્વને આવકારતા જામનગર મહાનગરપાલિકા કચેરી રોશનીથી ઝળહળતી બની ગઈ છે. શહેરમા આવેલી પાલિકાની આ ઇમારતને વિવિધ રંગોની આકર્ષક લાઇટિંગથી સુશોભિત કરવામાં આવી છે, જેનાથી સમગ્ર વિસ્તાર તહેવારી માહોલ છવાય ગયો છે.
દર વર્ષે દિવાળીના અવસર પર પાલિકા કચેરીને વિશેષ રૂપે શણગારવામાં આવે છે, પરંતુ આ વર્ષે વધુ આકર્ષક લાઇટિંગ, રંગીન લાઇટિંગ સજાવટ અને ડિઝાઇન લાઈટ ઇફેક્ટ્સ સાથે નવી ઝલક જોવા મળી રહી છે. સાંજ પડતાં જ સમગ્ર કચેરી તેજસ્વી પ્રકાશમાં ઝળહળી ઉઠે છે, જે જોવા લોકો રોકાઈ જાય છે અને ફોટો-વિડિયો લઈ સ્મૃતિરૂપે કેદ કરે છે.
શહેરના અન્ય મુખ્ય માર્ગો, ચોરાહા અને જાહેર ઇમારતો પર પણ પાલિકા દ્વારા લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જામનગરનો આખો શહેર દિવાળીની ઉજવણીમાં ઝળહળતો દેખાઈ રહ્યો છે.
આ શણગારને જોઈ શહેરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને લોકો મહાનગરપાલિકાના આ તહેવારી ઉપક્રમે પ્રશંસા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
