જામનગર જિલ્લામાં આયોજિત કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં મદદરૂપ થશે
ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ લોકો ફોર્મ ભરવામાં બીએલઓની મદદ લઈ શકશે
જામનગર તા.૧૨ નવેમ્બર, તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ચાલી રહેલ આ કામગીરી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ગણતરી ફોર્મ ભરવા અંગે લોકોને સરળતા રહે તે હેતુથી ઓનલાઈન કામગીરી કયા પ્રકારે કરવી તે અંગે જાણકારી આપી હતી. તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને બી.એલ.એ.ને ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકોને સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થશે.
મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી "Book a Call With BLO" વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters' Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે. આ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વધુ માર્ગદર્શન અથવા મદદની જરૂર હોય તો તેઓ જે તે વિધાનસભા મતદાર વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરી શકશે.
આ બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેકટર બી. એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસર ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
