દ્વારકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે લાઈટહાઉસના ત્રીજા માળેથી એક મહિલાએ પોતાના ઠ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી. જેમાં બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનાને લઈને આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા તેમજ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલો ખસેડ્યા હતા.
6 વર્ષના માસૂમ પુત્ર સાથે નીચે પડતું મૂક્યું
મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે 5 માળના લાઈટહાઉસના ત્રીજા માળેથી 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં મળતી વિગતો મુજબ, મૃતક માતા અને પુત્ર દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પ્રવાસન સીઝન હોવાથી લાઈટહાઉસ પર સહેલાણીઓની અવરજવર વધુ હોય છે, તેવામાં આ ઘટના બનતા પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
દ્વારકા પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકા નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ આત્મહત્યા છે કે અકસ્માત, તેમજ ક્યાં કારણોસર મહિલાએ આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
