આ ઉપરાંત, ગુજરાત કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં (42.583 ગીગાવૉટ) રાજ્ય પ્રથમ ક્રમે તથા સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં (14,820.94 મેગાવૉટ) રાજ્ય પ્રથમ ક્રમે અને સૌર ઊર્જા ક્ષમતામાં (25,529.40 મેગાવૉટ) બીજા ક્રમે છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે જેમાં 11 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમોના માધ્યમથી 6,412.80 મેગાવૉટ ઊર્જા ઉત્પાદન થઇ રહ્યું છે.
ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન માટે ચારણકા (749 મેગાવૉટ), રાધાનેસડા (700 મેગાવૉટ) અને ધોલેરા (300 મેગાવૉટ) ખાતે સોલાર પાર્ક કાર્યરત છે. 37.35 ગીગાવૉટની ઉત્પાદન ક્ષમતા સાથે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસિત થઇ રહ્યો છે, જેમાં અત્યારે 11.33 ગીગાવૉટ ઉત્પાદન પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. ગુજરાતે 11 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની સિદ્ધી પણ મેળવી છે, જે રહેણાંક, કમર્શિયલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 6412.80 મેગાવૉટનું ઉત્પાદન કરે છે.
ગુજરાતે 2016થી ઘરોમાં છત પર સૌર ઊર્જા પેનલ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે અને પીએમ સૂર્ય ઘર યોજના લૉન્ચ થઈ ત્યાં સુધી તેને સમર્થન મળ્યું છે. તેના કારણે ભારતના કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં રાજ્યનો ફાળો 25% થી વધુ થયો છે. કૃષિ ક્ષેત્રમાં, પીએમ કુસુમના ઘટક B હેઠળ 12,700 સ્ટેન્ડઅલોન ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા 89.54 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે.
80%થી વધુ ટર્બાઇન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર કાર્યરત છે, જ્યાં મજબૂત માળખાગત સુવિધાઓ અને સુસંગત પ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે. નવીનીકરણીય ઊર્જા પરિયોજનાઓના લીધે અંદાજિત 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થયું છે. પરિયોજનાઓના ઝડપી અમલીકરણ અને ગ્રીડ કનેક્ટિવિટી માટે રાજ્ય સરકારે અક્ષય ઊર્જા સેતુ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રણાલી વિકસિત કરી છે. નેટ મીટરિંગ નિયમો હેઠળ, રાજ્યએ 6.40 GWp થી વધુ રૂફટોપ સોલાર ક્ષમતા સ્થાપિત કરી છે, જે તેને આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બનાવે છે.
ગુજરાતની મજબૂત નીતિઓથી ઊર્જા ક્ષેત્રનો વિકાસ
1993માં પ્રથમ પવન ઊર્જા નીતિ અમલમાં મૂક્યા બાદ ગુજરાત સરકારે સમયાંતરે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી છે, જેમાં સૌર ઊર્જા નીતિઓ(2009,2015,2021), વેસ્ટ ટુ એનર્જી એન્ડ સ્મોલ હાયડલ પોલિસી (2016) અને વિન્ડ-સોલાર હાઇબ્રિડ પોલિસી (2018)નો સમાવેશ થાય છે. 2022માં અપડેટેડ વેસ્ટ-ટુ-એનર્જી નીતિ અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી–2023 દ્વારાસોલાર, પવન, હાઇબ્રિડ તથા વિતરણ આધારિત પ્રોજેક્ટ્સ માટે એકીકૃત માળખું પૂરુ પાડવામાં આવ્યું છે. આ નીતિ હેઠળ ક્ષમતા મર્યાદા દૂર કરવામાં આવી છે તેમજ ટેરિફ, ગ્રીડ ચાર્જ, ઊર્જા હિસાબ, ક્રોસ સબસિડી અને બેંકિંગ ચાર્જ અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, DREBP યોજના ક્લીન એનર્જીમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
તો 2025ની રિન્યુએબલ એનર્જી પોલિસી વિશાળ ક્ષમતાના તેમજ વિતરિત નવીનીકરણીય ઊર્જાને ઝડપી ગતિ આપવા પર કેન્દ્રિત છે. તેમાં ઓન-ડિમાન્ડ કનેક્ટિવિટી, ફ્લેક્સિબલ કમિશનિંગ સમયમર્યાદા, જૂના પવન પ્રોજેક્ટ્સનું રીપાવરિંગ તથા સોલર, પવન અને હાઈબ્રિડ સિસ્ટમ્સ સાથે બેટરી સ્ટોરેજનું સરળ સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ નીતિ ઊભરતી નવીનીકરણીય ઊર્જા ટેક્નોલૉજીઓ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, RE મૅન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ, તેમજ અક્ષય-ઊર્જા-સેતુ પોર્ટલ દ્વારા ડિજિટલ સુવિધાઓ મારફતે નવીનતાને પ્રોત્સાહન આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
