ભારત ટેક્સી એ ડ્રાઇવરોની માલિકીની અને સહકાર મંત્રાલય દ્વારા સમર્થિત ભારતની પહેલી સહકારી રાઇડ-હેલિંગ એપ છે, જે ઓલા-ઉબરને ટક્કર આપવા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે ભારત ટેક્સીને ગુજરાતમાં રિપ્રેઝન્ટિવ કરી રહેલા ગુજરાતના રિઝનલ હેડ ગૌતમ ગાંગુલીએ આજે આજકાલ સાંધ્ય દૈનિકની મુલાકાત લીધી હતી. તેઓએ આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે ખાસ ભારત ટેક્સીનો ઉદ્દેશ્ય શું છે તે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારૂ ફોકસ અમદાવાદ, ગાંધીનગર, સુરત બાદ સૌરાષ્ટ્ર પર છે. ખાસ કરીને રાજકોટ-સોમનાથ-જામનગર-દ્વારકામાં ભારત ટેક્સી ઇન્ટસિટી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. જેમાં એરપોર્ટ, એસટી બસપોર્ટ, રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોએ લોકોની સીધી જ ભારત ટેક્સી મળી રહે.
ગૌતમ ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત ટેક્સીએ મુવિંગ ટેક સાથે મળી શરૂઆત કરી છે. જે દેશના ગૃહમંત્રી અમિત શાહની નિગરાનીમાં આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અમે ભારત ટેક્સીના ડ્રાઈવરોને ડ્રાઈવર નહીં સારથી ભાઈઓ નામ આપ્યું છે. પ્રાઈવેટ કંપનીઓમાં ડ્રાઈવરોને કમિશન પર વળતર મળે છે પરંતુ ભારત ટેક્સીમાં કમિશન નથી બધા જ રૂપિયા સીધા સારથી ભાઈઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. ભારત ટેક્સી સાથે દસ કો-ઓપરેટિલ સંસ્થાઓની ભાગીદારી છે. ટૂંક સમયમાં ભારત ટેક્સી વધુ 30 લોકેશનો પર શરૂ થઈ જશે.
ગૌતમ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીની સેવા લોકોના 24 કલાક સુધી મળી રહેશે. સવારના છથી રાતના દસ અને રાતના દસથી સવારના છ વાગ્યા સુધી એમ બે પાર્ટ છે. જેમાં રાતના દસથી સવારના છ વાગ્યા સુધીમાં ચાર્જ થોડો વધારે હશે. મહિલાઓ માટે પિંક ઓટો અને પિંક બાઈક ચાલુ કરીશું. જેના માટે કોઈ મહિલા ઓટો કે બાઈક ખરીદે તો તેને લોન મળી રહે તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે અમારૂં ટાઇઅપ ચાલી રહ્યું છે.
ગુજરાત પોલીસ સાથે સીધું કનેક્શન
ગૌતન ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીની તમામ રાઇડનું ગુજરાત પોલીસ સાથે સીધું કનેક્શન છે. પોલીસ કંટ્રોલરૂમાંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં હજુ અમે શનિવાર ભારત કરીને પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં નાના શહેરોમાંથી મોટા શહેરોમાં નોકરી કરવા આવતા લોકોને ભારત ટેક્સી આસાનીથી મળી રહે.
ભારત ટેક્સીનું ભાડું
ગૌતમ ગાંગુલીએ ઉમેર્યું હતું કે, ઝીરોથી ત્રણ કિલોમીટર સુધીની કોઈ રાઈડ બુક કરાવે છે તો બાઈકમાં 20 રૂપિયા, ઓટોમાં 55 રૂપિયા, નોન એસી કારમાં 100 રૂપિયા અને એસી કારમાં 140 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. ત્રણ કિલોમીટરથી વધુની રાઈડ હોય તો દર એક કિલોમીટરે સાત રૂપિયા એકસ્ટ્રા ભાડું લાગશે. રાજકોટમાં 2000, સુરતમાં 5000 બાઈક ચાલે છે. જ્યારે ઓટોની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં 60 હજાર, રાજકોટમાં 10 હજાર, સુરતમાં 21 હજારનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. નોનએસી અને એસી કારની વાત કરીએ તો અમદાવાદમાં 18-19 હજાર અને રાજકોટમાં 1500નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
સૌથી મોટી સફળતા ગુજરાતમાં મળી
ગૌતમ ગાંગુલીએ જણાવ્યું કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત બહુ જ કો-ઓપરેટિવ રાજ્ય છે. ગુજરાતમાં લોકોનો રિસ્પોન્સ સારો મળે છે. અમને દેશમાં સૌથી મોટી સફળતા ગુજરાતમાં મળી છે. પહેલા ફેઝમાં મોટા શહેરો આવરી લેવામાં આવશે. બાદમાં બીજા ફેઝમાં નાના શહેરોનો સમાવેશ કરીશું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, ભુજ, ભાવનગર, અમરેલી જેવા શહેરો આવરી લઈશું. પ્રાઈવેટ કંપનીઓ સામે અમારે ચેલેન્જિસ તો છે. એરપોર્ટ, એસટી બસપોર્ટ, રેલવે સ્ટેશન પર પણ અમે ભારત ટેક્સી શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેના માટે વાતચીત ચાલુ છે. ધાર્મિક સ્થળો જેમ કે દ્વારકા, સોમનાથમાં પણ અમે ભારત ટેક્સી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ માટે અમે મંદિરોની કિમિટી સાથે વાત કરી લીધી છે અને તેઓ અમને જગ્યા આપવા તૈયાર છે. અહીં અમે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ મુકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
