દિવાળી પર્વે જામનગરમાં ચારેકોર આતશબાજી: બાળકો ઝુમી ઉઠ્યા

  • October 21, 2025 08:20 AM 

દિવાળી પર્વએ સનાતન ધર્મ માટે ખુશીઓનો અને મીઠાશનો તહેવાર છે, હિન્દુ પરંપરા મુજબ સદીઓથી દિવાળી પર્વ માટે મીઠાઇઓ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવવામાં આવે છે.


ત્યારે ગઇકાલે દિવાળી પર્વે જામનગરમાં જોરદાર આતશબાજી જોવા મળી હતી, જામનગરમાં ડીકેવી સર્કલ, રણજીતનગર, પટેલ કોલોની, ગ્રીનસીટી, ગુલાબનગર, ગોકુલનગર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી, ડીકેવી નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અને આતશબાજીની મજા માણી હતી, જેમાં બાળકો, મહિલાઓ, પુ‚ષો સહિત વડીલો પણ દિવાળી પર્વ ઉજવણી માટે ફટાકડા ફોડ્યા હતાં.


​​​​​​​તેમજ હાલ આતશબાજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બહોળા પ્રમાણમાં આતશબાજી જોવા મળી હતી, તે જોવા માટે જામનગરની જનતા ઉમટી પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application