જામનગર ગ્રામ્ય વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર દેવધાને તેમની ઉત્તમ સેવા, કર્મનિષ્ઠતા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમને નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની રહેશે.
રાજેન્દ્ર દેવધાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી નિયંત્રણમાં તથા જનસંપર્ક વધારવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. તેમની કાર્યપદ્ધતિ હંમેશા નિષ્ઠાવાન, સમયસર અને પરિણામલક્ષી રહી છે, જેના કારણે અધિકારીઓ તેમજ સ્થાનિક જનતા તરફથી વખાણ પ્રાપ્ત થયા છે.
નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે રાજેન્દ્ર દેવધા પોતાના અનુભવ અને નેતૃત્વથી પોલીસ તંત્રને વધુ સશક્ત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગર ગ્રામ્ય પોલીસ પરિવાર તરફથી તેમને નવી જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
