જામનગર જિલ્લાના મતદાન મથકો પર તા.૧૫-૧૬ તથા તા.૨૨-૨૩ નવેમ્બર દરમિયાન સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન વિશેષ કેમ્પનું આયોજન
મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in પરથી "Book a Call With BLO" વિકલ્પનો ઉપયોગ કરી શકશે
પત્રકાર પરિષદમાં SIR કામગીરી અંતર્ગત ફોર્મ વિતરણની કામગીરીને લઇને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ બીએલઓ દ્વારા લોકોના ઘરે જઈને ગણતરી ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૧૨લાખ ૪૧હજાર ૯૭ મતદારો છે. જે પૈકીના ૧૦લાખ ૧૮ હજાર જેટલા મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આમ ફોર્મ વિતરણ ની કામગીરી ૮૨.૦૮% પૂર્ણ થઈ છે.
SIRની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે બી.એલ.ઓ.ને મદદ કરવા અન્ય કચેરીના કર્મચારીઓની સ્વયં સેવક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.બી.એલ.ઓ. દ્વારા ગણતરીના સમયગાળા દરમ્યાન ત્રણ વખત મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે.
લોકોને સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેઓને પણ બીએલઓ મદદરૂપ થશે.
મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી "Book a Call With BLO" વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters' Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
