ફોર્મ કલેક્શન, ડિજિટાઇઝેશન અને મતદાર સહાય જેવી શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી બિરદાવાયા
જામનગર જિલ્લામાં SIR અન્વયે મતદાર યાદી સુધારણા, ડિજિટાઇઝેશન સહિતની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બૂથ લેવલ ઓફિસરોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સન્માનિત કરીને એક નવતર અને પ્રોત્સાહક પહેલ કરવામાં આવી છે. કલેક્ટરએ સન્માનિત કરાયેલ BLOs દ્વારા એકત્ર કરાયેલા અને વિતરણ કરાયેલા ફોર્મની સંખ્યા, ડિજિટાઇઝેશન થયેલા ફોર્મની વિગતો અને કામગીરીની ટકાવારી જેવી માહિતી મેળવી તેમની ઉત્કૃષ્ટ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
સન્માનિત થયેલા બુથ લેવલ ઓફિસરમાં ૭૬ કાલાવડ વિધાનસભા મતવિસ્તારના ભાગ નં. ૯૮ ધ્રોલ-૭૫ના BLO જયશ્રીબેન તાળાનો સમાવેશ થાય છે, જેમણે કુલ ૧,૪૭૩ મતદારો પૈકી મેપિંગ તેમજ તા.૧૯/૧૧/૨૦૨૫ સુધીમાં ૫૫૪ મતદારોનું ડિજિટાઇઝેશન કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને ટાર્ગેટ મુજબ દરરોજ ૧૦૦ મતદારોનું ડિજિટાઇઝેશન કર્યું છે. તેવી જ રીતે, ૭૬ કાલાવડ વિધાનસભા મતવિસ્તારના ભાગ નં. ૧૦૫ વાંકિયા-૨ના BLO પ્રફુલાબેન બોડાને પણ સન્માનિત કરાયા, જેમણે ૧,૦૪૮ કુલ મતદારો પૈકી ૭૯.૮૦%નું મેપિંગ કરી, તા.૧૯/૧૧/૨૦૨૫ સુધીમાં ૭૬૪ મતદારોનું ડિજિટાઇઝેશન કરીને ૭૨.૯૦% જેટલી ઉચ્ચ કામગીરી પૂર્ણ કરી છે.તેમણે પણ ટાર્ગેટ મુજબ દરરોજ ૧૦૦ મતદારોનું ડિજિટાઇઝેશન કર્યું હતું.
આ ઉપરાંત, ૭૭ જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ભાગ નં. ૧૩૭ લાખાબાવળ–૧ના BLO સોજિત્રા દિલિપકુમારે કુલ ૧૩૦૩ મતદારો પૈકી ૮૦૯ મતદારોનું મેપિંગ કરી ૬૨.૦૯% અને ૬૭૩ મતદારોનું ડિજિટાઇઝેશન કરી ૫૧.૬૫% કામગીરી કરેલ છે, અને તેમણે પણ ટાર્ગેટ મુજબ દરરોજ મતદારોનું ડિજિટાઇઝેશન કર્યું હતું.
એક અન્ય કિસ્સામાં, કલેક્ટરએ BLO કોમલબેન અડવાણીના બૂથની આકસ્મિક મુલાકાત લીધી હતી અને એક અરજદાર તરીકે પ્રસ્તુત થયા હતા. તેમણે કોમલબેન દ્વારા મતદારોને સમજાવવાની અને તેમને મદદ કરવાની સમગ્ર કામગીરીને નિહાળી તેમના સંતોષકારક કાર્યને બિરદાવી તેમનું પણ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, ૭૬ કાલાવડ વિધાનસભા બેઠકના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, ૭૭ જામનગર ગ્રામ્ય બેઠકના મતદાર નોંધણી અધિકારી અને ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, અને ૭૯ જામનગર દક્ષિણ બેઠકના મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ ઉપસ્થિત રહી BLOs દ્વારા કરાયેલ વિશિષ્ટ કામગીરીને પ્રોત્સાહિત કરી હતી....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
