જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ- ૨૦૨૫- ૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેકટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે.
આ યોજના અંતર્ગત એપ્રિલ -૨૫ થી જૂન-૨૫ (પ્રથમ હપ્તો વર્ષ ૨૦૨૫-૨૬)ના કુલ ૯૧ દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર કુલ ૩૪ સંસ્થાઓએ અરજી કરેલ હતી. તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૩૧ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામા આવી છે.
આમ, જિલ્લામાંથી કુલ ૩૧ સંસ્થાઓના પ્રથમ તબક્કાના કુલ ૬૭૬૨ પશુઓ માટે પ્રતિ દિન રૂ.૩૦/પશુ લેખે કુલ ૧,૮૪,૬૦,૨૬૦ રૂપિયાની સહાય કલેકટર કેતન ઠક્કર દ્વારા મંજૂર કરવામાં આવી અને મંજૂર થયેલ અરજીઓને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પંચાયત- જામનગર, નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ટ પશુસુધારણા યોજના-જામનગર, સમિતિના જિલ્લા કક્ષાના પ્રતિનિધિ અને સમિતિના સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
