આઇ.ટી.આર.એ. ખાતે પંચકર્મ વિભાગમાં અમ્લપિત્ત એટલે કે ભારે એસીડિટી પિડિત દરદીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે પંચકર્મ વિભાગમાં તા. ૨૧ નવેમ્બરના રોજ શુક્રવારે સવારે ૯ થી ૧૨:૩૦ સાંજે ૪ થી ૬ તેમજ ૨૨ નવેમ્બરે શનિવારે સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન ઓ.પી.ડી. નંબર ૧૨-એ, આઇ.ટી.આર.એ. કેમ્પસ ખાતે રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક અનુમાન અનુસાર વર્તમાન બદલાતી જીવનશૈલીને કારણે હાઇપરએસિડિટીનો દર દેશમાં ૮ થી ૩૦% સુધી પહોંચી ચૂક્યો છે! તેના લક્ષણોમાં સામાન્ય પાચન તકલીફ, વધુ પડતી એસીડિટી, પેટમાં બળતરા, ખાટા ઓડકાર, ભૂખ ન લાગવી, નબડાઇ અને ઉલ્ટી જેવા હોય છે. આ સમસ્યાનો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો પેટમાં અલ્સર, ભારે ગેસ-અપચો, માથાનો દુ:ખાવો, અનિદ્રા અને ચિડિયાપણું વધી શકે છે.
આ કેમ્પમાં પંચકર્મ પધ્ધતિથી નિષ્ણાત વૈદ્યો દ્વારા નિ:શુલ્ક નિદાન-સારવાર આપવામાં આવશે ઉપરાંત વ્યક્તિગત આહાર-વિહાર, જીવનશૈલી સુધાર અને જરૂરી કિસ્સામાં વમન-વિરેચન પણ કરી આપવામાં આવશે. આ નિદાન-ચિકિત્સાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
