વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા.
૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું.
તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી પી.એસ.જાડેજા સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
