રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
એકતાયાત્રામાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિત
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીરૂપે ૭૮-જામનગર વિધાનસભા મતવિસ્તારની એકતા યાત્રા યોજાઈ હતી. પ્રારંભ સ્થળ ખાતે મેયર શાબ્દિક સ્વાગત કર્યું હતું.
તથા કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આરંભ સ્થળે મંત્રી અને મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપીને સન્માન્યા હતાં.
આ એકતા પદયાત્રામાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિવિધ સમાજના અગ્રણીઓ અને લોકો, સંરક્ષક દળોના જવાનો, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો સહભાગી બન્યા હતા. તિરંગા સાથે લઈને, રાષ્ટ્રભક્તિસભર ગીતો સાથે, રંગેચંગે એકતાયાત્રા નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
