લાલપુર અને જોડીયામાં રૂ. ૧૦૭૦ લાખના વિકાસ કામોનું આયોજન
જામનગર તા.૦૨ ફેબ્રુઆરી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ-૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા ૧૧૪ ગામોમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જામનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું આયોજન હર્ષદપુર મુકામે ટુ-વે કનેક્ટિવિટીના માધ્યમથી યોજાયું હતું. જે અંતર્ગત જામનગર જિલ્લાની કુલ ૬૬ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી અને નગરપાલિકામાં ન ભળેલ હોય તેવી ગ્રામ પંચાયતોમાં શહેર જેવી સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે, જામનગર જિલ્લાની લાલપુર અને જોડીયા ગ્રામ પંચાયતના કુલ રૂ. ૧૦૭૦ લાખના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
