જામનગર એસીબીની ટીમ દ્રારા ફરીયાદના આધારે ગઇકાલે ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીના કેમ્પસ ખાતે એક છટકુ ગોઠવીને સીપીડબલ્યુડીના મદદનીશ ઇજનેરને રૂા. ૪.૫૨ લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, ભ્રષ્ટ્ર બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો, ઇલેકટ્રીક કામના બીલ મંજુર કરવા માટે લાંચીયાબાબુએ રકમની માંગણી કરી હતી દરમ્યાનમાં પકડાયેલા મદદનીશ ઇજનેરને આજે કોર્ટમાં રજુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેે.
જામનગરમાં એ.સી.બી. દ્રારા એક છટકુ ગોઠવીને અહીંના આયુર્વેદ યુનીવર્સીટી કેમ્પસ ખાતે આવેલી સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના ઇલેકટ્રીક શાખાના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને ૪,૫૨,૦૦૦ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપવામાં આવતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ફરીયાદીના મિત્રને લાખાબાવળ ગામ નજીક હાઇવે પર આવેલા રિસર્ચ સેન્ટર તેમજ દેવભૂમિ દ્રારકા જિલ્લાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેકિટ્રક કામનો કોન્ટ્રાકટ મળેલો હતો. આ કામગીરીના બિલ મંજુર કરવા બદલ આરોપી મદદનીશ ઇજનેરે ૪.૫૨ લાખની લાંચ માગી હતી.
ફરીયાદી લાંચ આપવા તૈયાર ન થતાં તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યેા હતો. જેના આધારે ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર આર.એન. વિરાણી તથા તેમની ટીમ દ્રારા આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હટી.
ગઇકાલે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સી.પી.ડબલ્યુ.બી. કચેરીમાં ટ્રેપ દરમિયાન આરોપી વિજય મીનાએ લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન મોબાઇલમાં થયેલી વાતચીતમાં લાંચ અંગેની કબૂલાત પણ નોંધાઈ હતી. તરત જ એ.સી.બી. ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ સફળ કામગીરી રાજકોટ એકમ એ.સી.બી.ના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા તથા ઇન્ચાર્જ ઉચ્ચ અધિકારી બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી ટીમ દ્રારા પાર પાડવામાં આવી હતી. દરમ્યાનમાં એસીબી દ્રારા આજે લાંચ લેતા પકડાયેલા મદનનીશ ઇજનેરને કોર્ટમાં રજુ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
