"આરોપીના ટેલીફોનમાં પુરાવાઓ એકત્રીત કરવામાં આવેલા" " માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુકત કરવા તેવો કોઈ કાયદાનો હેતું નથી"
આ કેશની હકિકત એવી છે કે, સીકકા ગામ ખાતે વસવાટ કરતા નીલમબેનના લગ્ન ભાવેશભાઈ કે, જેઓ સીકકા ગામ ખાતે વસવાટ કરે છે તેમના સાથે થયેલા અને લગ્ન જીવન દરમ્યાન તેમને એક પુત્રી અને એક પુત્ર સંતામાં હોય, નીલમબેનના પતીનું કેન્સલની બીમારીથી મુત્યુ થઈ ગયેલ હોય, જેથી આ નીલમબેન તેમના બંન્ને સંતાનો સાથે સીકકા મુકામે એકલા વસવાટ કરતા હતા.
તેમનું તા.૧૪/૦૮/૨૦૨૫ના રોજ તીક્ષ્ણ હથીયારોની ઈજાઓથી માર મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા તેઓને હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ અને તેમને તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે અને માથાના ભાગે માર મારેલ હોવાથી તેમનું મુત્યુ થયેલ હોવાનું પી.એમ.રીપોર્ટ આવેલ, આ બાબતે મરણ જનારના ભાઈએ જામનગર જીલ્લાના સીકકા પોલીસ સ્ટેશનમાં આરોપી સુખદેવસીંહ વિરાજી જાડેજાનાઓ સામે ફરીયાદ જાહેર કરેલ અને તેમાં જણાવેલ કે, આ આરોપી તેમની બહેન સાથે ધરારથી પ્રેમ સંબંધો રાખવા વારંવાર દબાણ કરતા અને ડરાવતા ધમકાવતા અને ફરીયાદીના બહેન નીલમબેન તેમના વશ ન થતાં તેમને મોતને ઘાટ ઉતારી દીધેલ, તે બાબતની ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ.
તેથી આરોપીએ જામીન અરજી દાખલ કરતા, તેમાં આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ જે બનાવ બનેલ છે તેમાં ચાર્જશીટ થઈ ગયેલ છે, તે સમગ્ર ચાર્જશીટનો અભ્યાસ કરવામાં આવે તો કોઈ દાર્શનીક સાહેદો નથી, નજરે જોનાર કોઈ જ સાક્ષી નથી અને માત્ર અને માત્ર અનુમાનીત કારણોથી હાલની ફરીયાદ જાહેર કરેલ છે અને તેમાં પોલીસે લગતા વળગતા સાહેદોના નીવેદનો જાતે નોંધી અને આરોપી સામે ચાર્જશીટ કરી નાખેલ છે.
તો આ કામે કોઈ જ પ્રબળ પુરાવો ન હોવાથી આરોપી સામે કોઈ દાર્શનીક સાહેદો ન હોય અને તેમના સામે કોઈ જ પ્રથમદર્શનીય કેશ ન હોય, જેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ, તેની સામે ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપીના ઓડીયો કલીપ અને સી.ડી.આર. કબજે કરવામાં આવેલ છે અને તેમનો મોબાઈલ ફોન કબજે કરી અને એફ.એસ.એસ. ખાતે સ્ક્રીપ્ટ પંચનામાની વિગતે તૈયાર કરી અને મોકલવામાં આવેલ છે, તે સ્ક્રીપ્ટ ધ્યાને લેવામાં આવે તો પણ આ કામના આરોપીની મરણજનાર સાથે સંપર્ક બાબતોના પુરાવાઓ છે, અને આરોપીનું રીકંન્ટ્રકશન અંગેનું પંચનામું પણ થયેલ છે, તે હકિકતો પણ ધ્યાને લેવી જરૂરી છે, તેથી આરોપી સામે કોઈ પ્રથમ દર્શનીય પુરાવો નથી અને પ્રબળ પુરાવો નથી, તેવી દલીલો ટકી શકે નહી અને આ એક હિન્યસ ઓફેન્સ છે.
આ કેશમાં સજાની જોગવાઈઓ આજીવન કેદની અને ફાંસીની સજાની જોગવાઈઓ છે અને એક વિધવાને ધરાર સંબંધ રાખવાના દબાણ અને તે દબાણને વિધવા વશ ન થતાં આ રીતે બેરહેમીથી મોતને ઘાટ ઉતારેલ હોય, આ પ્રકારના જનુની આરોપીને જામીન મુકત કરવા ન જોઈએ, આમ, નામ.અદાલતે તમામ દલીલો અને ચાર્જશીટ અને તમામ પુરાવો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ રજુઆતો ધ્યાને લઈ અને આરોપી સુખદેવસીંહ સુખુભા વિરાજી જાડેજા રે.સીકકા વાળાઓની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ આ કેશમાં મુળ ફરીયાદી જયદીપભાઈ અરવીંદભાઈ વ્યાસ તરફે વકીલ શ્રી રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
