જામનગરમાં આર્યસમાજના ૯૮માં વાર્ષિક ઉત્સવ અને શ્રીમદ દયાનંદ ક્ધ્યા વિદ્યાલયના ૭૮માં વાર્ષિકોત્સવ નિમિતે તા.૧૯ થી ૨૩ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં, આજે ૧૫૦ કુંડી પર્યાવરણ શુઘ્ધી યજ્ઞ શાસ્ત્રોકત વિધીથી યોજાયો હતો જેમાં લોકોએ જનોઇ ધારણ કરી હતી.
લાલવાડી રોડ પર હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો હાજર રહ્યા હતાં, કાર્યક્રમમાં પ્રમુખ દિપકભાઇ ઠકકર, મંત્રી ધવલભાઇ બરછા, આચાર્ય સંગીતાબેન મોતીવારસ અને પ્રફુલભાઇ રૂપડીયા સહિતના હાજર રહ્યા હતાં.
તા.૧૯ના રોજ સ્વામી શ્રઘ્ધાનંદ બલીદાન દિવસ, તા.૨૦ના રોજ મહામંત્રી ગાયત્રી અને પર્યાવરણ જાળવણી, તા.૨૨ના રોજ વિદ્યાર્થીનીઓ માટે વકતૃત્વ સ્પર્ધા, વેદ પરીચય, સ્વદેશી અપનાવો દેશ બચાવો અને આજે ૧૫૦ કુંડી પર્યાવરણ શુઘ્ધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર મંડપમાં ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને આ યજ્ઞમાં આહુતી આપી હતી, ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
