દર્દીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવા, તેમની સમસ્યાઓ સમજવા અને માનવીય અભિગમ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા કર્મીઓને માહિતગાર કરાયા
આ તાલીમ આરોગ્યસાથી પ્રોજેક્ટના ટ્રેનર્સ વિપુલ પંડ્યા અને વૈશાલી ચુડાસમા દ્વારા આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ફ્રન્ટલાઈન કર્મચારીઓ જેવા કે સફાઈ કર્મચારીઓ, સિક્યોરિટી ગાર્ડ તથા કેસ વિન્ડો ઓપરેટર્સને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને હેલ્થ કેર સર્વિસમાં દર્દીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવા, તેમની સમસ્યાઓ સમજવા અને માનવીય અભિગમ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા અંગે માહિતગાર કરાયા હતા.
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારી, અધિક તબીબી અધિક્ષક ડો. દિલીપ ગોહિલ, આર.એમ.ઓ. ડો. પી.આર સક્સેના, સિક્યોરિટી નોડલ ઓફિસર ડો. અજય તન્ના અને એ.એચ.એ. મયુરી સામાણીના સંકલન હેઠળ આયોજિત આ શિબિરના અંતે, દરેક બેચના તાલીમાર્થીઓને અધિકારીશ્રીઓના હસ્તે સર્ટિફિકેટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ભેટ એનાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
