આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, ધરતીપુત્રો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. આધુનિક સમયમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યા છે ત્યારે બદલાતા સમયમાં કૃષિ પધ્ધતિઓમા પણ પરિવર્તન લાવવું ખૂબ જ આવશ્યક બન્યું છે. હાલના સમયમાં કલાઈમેટ ચેન્જની અસર કૃષિ પર જોવા મળી રહી છે. જેના માટે જળસંચયની કામગીરી કરવી ખૂબ જ જરૂરી બનશે તે ભવિષ્યમાં પણ લાભદાયી નીવડશે તેમ કહ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરે જણાવ્યું હતું કે, આજથી બે દાયકા પૂર્વે શરૂ થયેલ કૃષિ મહોત્સવ ધરતીપુત્રો માટે ખૂબ લાભદાયી સાબિત થયો છે. સરકારની કૃષિ ક્ષેત્રની વિવિધ યોજનાનો માહિતી જન જન સુધી પહોચતા કૃષિ ક્ષેત્રે પણ પરિવર્તન આવ્યું છે. આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી કૃષિ પણ આધુનિક બની છે જેના પરિણામે સમયની બચત અને આર્થિક ઉપાર્જન વધ્યું છે. હાલના સમયમાં કલાઈમેટ ચેન્જ અસરો વર્તાઈ રહી છે ત્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જરૂરી બની છે. કહેવત છે કે "પહેલું સુખ તે જાતે નર્યા" ખરા અર્થમાં સાર્થક કરવી હોય તો પ્રાકૃતિક કૃષિ અપનાવી તેના દ્વારા ઉત્પાદિત અનાજ ગ્રહણ કરવું પડશે. મારો સૌ ખેડૂતોને આગ્રહ છે કે પ્રાકૃતિક કૃષિ અપનાવો તથા કૃષિ વિભાગની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવો.
આ તકે અગ્રણી પી.એસ.જાડેજાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી જનસેવાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોને પરિણામે ગુજરાત સમગ્ર વિશ્વ ફલક પર અંકિત થઈ ગયું છે. જેના ભાગરૂપે આજરોજ આપણે રવિ કૃષિ દિનની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતહિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત અનેક યોજનાઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. ઉપરાંત ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા ખેડૂતો માટે કાર્યરત છે જેનો મહત્તમ લાભ લેવા માટે સૌ ધરતીપુત્રોને અનુરોધ છે.
જિલ્લા કલેકટર રાજેશ તન્ના સહિતના મહાનુભાવોના હસ્તે ખેડૂત અકસ્માત વીમા યોજના, ફાર્મ મિકેનાઈઝેશન, એ.જી.આર ૫૦ સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
