જામનગર તા.૧૦ નવેમ્બર, ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જામનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.
સમગ્ર કામગીરીની સમીક્ષા અંગે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે EF (Enumeration Form) ફોર્મ ડીસ્ટ્રીબ્યુશન, ERoll મેપિંગની કામગીરી અંગે રીવ્યુ લેવામાં આવ્યા તથા શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગમાં ફોર્મ ડીસ્ટ્રીબ્યુસન તથા ફોર્મ કલેક્શન અંગેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ ખાસ કેમ્પનું આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકર દ્વારા લગત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
