જામનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સનસનીખેજ ટ્રેપ ગોઠવીને સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના મદદનીશ ઇજનેરને રૂા. ૪,૫૨,૦૦૦ની જંગી લાંચ સ્વીકારતા દબોચી લીધા છે. ઇલેક્ટ્રિક કામગીરીના બિલો મંજૂર કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી.
કોણ છે લાંચિયા અધિકારી?
આરોપી: વિજયકુમાર બાબુલાલ મીના
હોદ્દો: મદદનીશ ઇજનેર (વર્ગ-૨), ઇલેક્ટ્રિક શાખા
કચેરી: સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD), ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ, જામનગર.
ટ્રેપની કાર્યવાહી
આ કામના ફરીયાદીશ્રીના મીત્રની જીલ્લાના લાખાબાવડ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર તથા ડબ્લ્યુ.એચ.ઓ. દ્વારા સયુંકતમાં નવનિર્માણ થઇ રહેલ દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઇલેકટ્રીકની કામગીરી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેકટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ મળેલ હોય, જે ઇલેકટ્રીક કામગીરીના બીલ મંજુર કરવા પેટે ફરીયાદીશ્રીના મીત્ર સાથે આક્ષેપીતે રૂબરૂમાં લાંચની માંગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરીયાદીશ્રીના મીત્ર આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટની કચેરી, ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી કેમ્પસ, જામનગર ખાતે આક્ષેપીતની ચેમ્બરમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૪,૫૨,૦૦૦/- ફરીયાદીશ્રી પાસે માંગી, સ્વીકારી ફરીયાદીશ્રીના મીત્ર સાથે લાંચની રકમ મળ્યા અંગે મોબાઇલ ફોન ઉપર કબુલાત કરી હતી.
કેન્દ્ર સરકારના વર્ગ-૨ ના અધિકારી આટલી મોટી રકમની લાંચ લેતા ઝડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો છે. હાલમાં એસીબી દ્વારા આરોપીના ઘર અને અન્ય સ્થળોએ પણ તપાસ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
