સતત હિમવર્ષા વચ્ચે ૧૩ દિવસના કઠોર પરિશ્રમ બાદ યુવકોએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમ સાથે ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો છે. આ શિખર પર આજ દિન સુધી કોઈ ચઢ્યું નથી. હિમાલયન અભિયાનના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન રેકોર્ડ છે.
આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઈડ કે કુકની મદદ વગર છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું. ટીમે સતત ૧૩ દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું હતું. અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ ૫ થી 6 ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કર્યો. આ કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, જ્યારે બાકીના સભ્યોએ અદ્દભૂત હિંમત અને સાહસ બતાવી શિખર સર કર્યું. આવા અજાણ્યા શિખરો માટેની આરોહણ પહેલાંની તૈયારી, વિગતવાર પ્લાનિંગ અને શિખર અંગેનું રિસર્ચ અભિયાનને સફળ બનાવવામાં અનિવાર્ય બની રહે છે. અનામી પર્વત પર પ્રથમ વખત સર કરનાર ટીમ દ્વારા તેનું નામાંકરણ કરાતુ હોય છે તે પ્રથા ને આગળ ધપાવતા જામનગરના નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે આ પર્વતનું નામ “માઉન્ટ તારા” આપ્યું છે. આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.
આ પ્રયાસ સાબિત કરે છે કે ભારતીય પર્વતારોહકોમાં હિમાલયન શિખરો સર કરવા માટેનું સાહસ, તકનીકી કુશળતા અને અડગ ઈચ્છાશક્તિ મોજુદ છે. અસાધારણ ટીમવર્ક અને સંકલ્પ સાથે, નચિકેતા અને તેમની ટીમે કઠિન ભૌગોલિક અને કપરી આબોહવાની પરિસ્થિતિઓને પાર પાડીને આધુનિક ભારતીય પર્વતારોહણમાં એક વિશ્વસ્તરીય પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતાના અરિત્રા ચેટર્જીએ આ ટીમની આગેવાની કરી હતી.
આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને જામનગર માટે વિશેષ ગૌરવનો વિષય બની રહે છે, જે નવી પેઢીને પ્રેરણા પુરી પાડે છે કે “જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ”. માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની લાગણીનું પ્રતિક છે. તેવું નચિકેતા ગુપ્તા જણાવે છે....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
