જામનગરમાંંથી દારૂની ૯૬ બોટલ અને બીયરના ૪૮ ટીન ઝડપાયા

  • June 01, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાંંથી દારૂની ૯૬ બોટલ અને બીયરના ૪૮ ટીન ઝડપાયા

ગુલાબનગર વિસ્તારમાં દરોડો, કાર સહીત રૂ.૩.૧૬ લાખનો મુદામામલ કબ્જે

એક શખ્સ પકડાયો: નાઘેડીના શખ્સ પાસેથી દારૂ લીધાનું ખૂલ્યું 

જામનગરમાં એલસીબીએ ગુલાબનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કાર, મોબાઇલ ફોન અને દા‚-બીયર સહિત કુલ રૂ.૩,૧૬,૧૩૯નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબી સ્ટાફના મયુરસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે ગુલાબનગર વિસ્તારમાં એક કારમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે ઇન્ડિયન કંપનીના પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે-૧૮-બીએ-૬૦૮૧માંથી પ્રધ્યુમનસિંહ ધનશ્યામસિંહ ઝાલા (રહે. રાંદલનગર, જામનગર, મૂળ વતન કરમણ, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૯૬ નાની બોટલો તથા ૪૮ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ. ૩,૧૬,૧૩૯નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો દારૂ બીયરનો જથ્થો ભરતભાઈ ગઢવી (રહે. નાઘેડી ગામ, જામનગર)ના કહેવાથી મોરબીના પીપળી રોડ વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યો હતો. પોલીસે ભરતભાઈ ગઢવી તથા દારૂ સપ્લાય કરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application