ખંભાળીયા: ભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

  • July 17, 2026 06:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: ભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

૧.૫૨ લાખની કિંમતનો ગાંજો જપ્ત: આરોપીના ઘરમાંથી વિદેશી દારૂની નાની મોટી ૯૧ બોટલો પણ મળી

ભાણવડના હુસેની ચોક વિસ્તારમાં રહેતા રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ નામના ૨૦ વર્ષના મકરાણી યુવાનને એસ.ઓ.જી. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી રૂ. ૧૫૨,૮૦૦ ની કિંમતના ૩.૦૫૬ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

આ ગાંજો તેણે વિસનગરના રહીશ તાજમહંમદ જાનમહંમદ ફકીર નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તેની અટકાયત કરી, તાજમહંમદ ફકીરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સાથેની કાર્યવાહીમાં ઉપરોક્ત આરોપી રિઝવાન ઈસુબભાઈ બ્લોચના રહેણાંક મકાનમાંથી ચેકીંગ દરમિયાન પોલીસને રૂપિયા ૩૪,૮૫૭ ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૯૧ બોટલ મળી આવી હતી. આ દારૂ તેણે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ખાતે રહેતા ચના રબારી નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application