પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત
જામનગર જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ૨૧.૭૬ કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ તથા ૭,૧૬૬ કેસોનો સુખદ નિકાલ લવાયો
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન. આર. જોષીના નેતૃત્વમાં તારીખ ૧૪ માર્ચ, ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લા અદાલત તથા તેના તાબાની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા રેવન્યુ કેસો તથા અન્ય સિવિલ કેસો જેમાં ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા અને સ્પેસિફિક પરફોર્મન્સ જેવા ગંભીર વિષયોનો પણ સમાધાનકારી રીતે અંત લાવવામાં આવ્યો હતો.
આ સફળ આયોજનના અંતે જામનગર જિલ્લામાં કુલ ૭,૧૬૬ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષકારો વચ્ચે કુલ રૂ. ૨૧,૭૬,૯૭,૮૪૧/- જેવી માતબર રકમનું સેટલમેન્ટ થયું છે. લોક અદાલતના માધ્યમથી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ આવતા ન્યાયતંત્ર પરનું ભારણ ઘટ્યું છે અને પક્ષકારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે, તેમ સચિવશ્રી અને એડિશનલ સીનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
