અડધી રાતે ભટકતી માનસિક અસ્વસ્થ યુવતી માટે '181 અભયમ' તારણહાર બની
રાજકોટથી જામનગર પહોંચેલી યુવતીનું સમયસર કાઉન્સિલિંગ કરી 181ની ટીમે ચિંતાતુર પરિવારની શોધખોળનો અંત આણ્યો; પરિવારે ટીમનો આભાર માન્યો
જામનગર શહેરમાં અડધી રાતે રસ્તા પર એકલી ભટકતી અને પોતાનું સરનામું પણ યાદ ન હોય તેવી માનસિક રીતે અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ તારણહાર સાબિત થઈ છે. ટીમની સતર્કતા, સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીના પરિણામે યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ઘટનાની વિગત અનુસાર, રાજકોટથી જામનગર તરફ આવી રહેલા એક જાગૃત નાગરિકને રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક અસહાય યુવતી મળી આવી હતી. યુવતીએ પોતાના માસીના ઘરે જામનગર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તે નાગરિકે તેને પોતાના વાહનમાં જામનગર સુધી આશરો આપ્યો હતો. જોકે, જામનગર પહોંચ્યા બાદ યુવતીને માસીનું ઘર કે ચોક્કસ સરનામું યાદ ન હતું. સફર દરમિયાન યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતાં, જાગૃત નાગરિકે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી સમગ્ર બાબતની જાણ કરી હતી.
કોલ મળતાં જ 181 અભયમની ટીમમાંથી કાઉન્સિલર ઈશિતા પરમાર, મહિલા કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા અને પાયલોટ ભાયાભાઈ જોગલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન માલૂમ પડ્યું કે યુવતી પોતાનું સરનામું પણ ભૂલી ગઈ હતી. જોકે, તેની પાસેથી મળી આવેલા ઓળખકાર્ડના આધારે ટીમે તેની ઓળખ સ્પષ્ટ કરી તેના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો.
અભયમ ટીમે યુવતીના પિતા સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, દીકરીની માનસિક સારવાર ચાલી રહી છે પરંતુ યોગ્ય રીતે દવા ન લેવાને કારણે તે અવારનવાર ઘરેથી નીકળી જાય છે. તે દિવસે પણ બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન ફરતાં સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો હતો. જામનગરમાં તેમનું કોઈ સગાં-સંબંધિ રહેતું ન હોવાથી પરિવારે આસપાસના તમામ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. અંતે કોઈ પત્તો ન મળતાં તેઓ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા હતા, ત્યારે જ 181 અભયમનો ફોન આવ્યો અને દીકરી સુરક્ષિત હોવાના સમાચાર મળ્યા હતા.
181 ની ટીમે યુવતીને તેના પરિવારજનોને સોંપીને પુનઃમિલન કરાવ્યું હતું. આ તકે, દીકરી હેમખેમ મળી આવતાં ભાવુક બનેલા પરિવારજનોએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં, અભયમ ટીમે પરિવારને યુવતીની નિયમિત દવાઓ ચાલુ રાખવા તેમજ તેની વિશેષ કાળજી અને તકેદારી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
