BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : જગતમંદિરે કાળીયા ઠાકોરને વિશેષ કુંડલા ભોગ મનોરથ

  • April 14, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵

દેવભૂમિ દ્વારકા : જગતમંદિરે કાળીયા ઠાકોરને વિશેષ કુંડલા ભોગ મનોરથ

દેવભૂમિ દ્વારકાનાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં ગઇકાલે ઠાકોરજી પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતા ભકત પરિવાર દ્વારા વિશેષ કુંડલા ભોગ મનોરથનું આયોજન કરાયુ હતું. પુજારીના માર્ગદર્શન અને સૌજન્યથી સાંજના ઉત્થાપન દર્શન સમયે આઘ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઠાકોરજીને સોમવાર નિમિતે આકર્ષક ગુલાબી વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા જેમાં દૈવી શ્રૃંગારની ઝાંખી ભકતોના મનને ભાવવિભોર કરી રહી હતી. મનોરથ દર્શન-વિશેષ આરતી દરમ્યાન મંદિરમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મનોરથનો લાભ લીધો હતો. જયારે દેશ વિદેશમાં વસતા લાખો કૃષ્ણભકતોએ પણ વિવિધ ઓનલાઇન માઘ્યમો દ્વારા દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.​​​​​​​
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application