BREAKING NEWS

જામનગર: નીલકંઠ મહાદેવ મંદીર પાસે ભૂગર્ભ ગટરમાંથી દારૂની બોટલ, સ્ટીલની ડીશ નીકળી

  • July 27, 2026 12:06 PM 
  

જામનગર: નીલકંઠ મહાદેવ મંદીર પાસે ભૂગર્ભ ગટરમાંથી દારૂની બોટલ, સ્ટીલની ડીશ નીકળી

શહેરમાં વિભાજી શાળા સામે અણઉકેલ કોયડો બનેલી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના નિરાકરણનો વધુ એક પ્રયાસ 

જામનગરમાં જુની અપના બજાર નજીક નીલકંઠ મહાદેવ મંદીરના પ્રવેશદ્વાર આગળ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા અણઉકેલ કોયડો બની છે. દરરોજ આ ગટર ઉભરાતા ગંદા પાણી છેક ટાઉનહોલ સર્કલ સુધી પહોંચે છે. આથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. થોડા દીવસો પૂર્વે મનપા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઇ કરવામાં આવતા ક્રોકીંટ અને ફુડ વેસ્ટ નીકળ્યો હતો. મંદીરના પ્રવેશદ્વાર પાસે ખાણીપીણીની રેંકડીઓ રાત્રીના ઉભી રહે છે. જેના દ્વારા ફુડ વેસ્ટ સીધો ગટરમાં ઠાલવવામાં આવતો હોય નોટીસ પણ ફટકારવામાં આવી હતી. આ કામગીરી બાદ પણ નીલકંઠ મહાદેવ મંદીર પાસે દરરોજ ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે.

સોમવારે પણ ગટર ઉભરાતા ગંદા પાણી ટાઉનહોલ સર્કલ સુધી પહોંચ્યા હતાં. આટલું જ નહીં માર્ગ પર ગંદા પાણી ભરાયેલા રહેતા મચ્છરોના ઉત્પતિ સ્થાન બન્યા છે. ત્યારે સોમવારે મનપાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ સ્થળનું નિરીક્ષણ કરી ભૂગર્ભ ગટર સહીત સંબધિત શાખાઓના અધિકારીઓને બોલાવી આ સમસ્યાના નિરાકરણ માટે વધુ એક પ્રયાસ કર્યો હતો. ભૂગર્ભ ગટરની સફાઇ દરમ્યાન દારૂની બોટલ, સ્ટીલની ડીશ સહીતનો કચરો નીકળતા ભારે આશ્ર્ચર્ય સજાર્યું છે. આટલું જ નહીં પાણીની તૂટેલી લાઇન પણ રીપેર કરવામાં આવી હતી. આમ વિભાજી શાળા સામે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા દૂર કરવા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે હવે ગટર ઉભરાશે કે કેમ તે જોવાનું રહ્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application