જામનગર શહેરમાં બાઇક ચોરી કરતી ટાબરીયા ટોળકી ઝબ્બે
૬ મોટરસાયકલ કબ્જે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલતી સીટી-બી
જામનગર શહેરમાં અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલ ચોરી કરતા એક શખ્સ અને બે ટાબરીયાને પકડી લેવાયા છે ચોરીમાં ગયેલ કુલ ૬ મોટરસાયકલ કબ્જે કરી ગુનાનો ભેદ સીટી-બી પોલીસે ઉકેલી નાખ્યો છે.
જામનગર સીટી-બીના બીએનએસ ૩૦૩(૨) મુજબનો ગુનો વણ શોધાયેલ હોય આ કો ફરીયાદીનુ ગુલાબનગર સાંઢીયા પુલ પેટ્રોલ પંપ પાસે સુઝુકી ટુવ્હીલર એકસેસ નં. જીજે૨૭ડીકે-૭૨૭૦ પાર્ક કરેલ હોય તે જગ્યાએથી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા ઉપરોકત નંબરથી ગુનો દાખલ થયેલ હોય જેને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈની તથા ડીવાયએસપી પ્રતિભાની સુચના મુજબ સીટી-બી પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્કવોડના પીએસઆઇ ડી.જી. રાજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન સ્ટાફના સાજીદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, જયપાલસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોત ગુનાના કામે ચોરી થયેલ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમ સ્મશાન ચોકડી પાસે આંટાફેરા કરે છે જે હકીકત આધારે વોચમાં હતા દરમ્યાન ઉપરોકત મોટરસાયકલ સાથે ત્રણ ઇસમો નીળકતા તેને રોકી પુછપરછ કરતા અલ્તમસ ઉર્ફે મસ્તાન રફીક સમા રહે. કાલાવડ નાકા બહાર બેઠક પાસે તથા અન્ય બે કાયદાથી સંઘર્ષીત કિશોર જેઓની પાસે રહેલા મોટરસાયકલ જેની નંબર પ્લેટ ન હોય જેથી ચેસીસ નંબર તથા એન્જી નંબરના આધારે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા નંબર જાણવા મળતા અને આ બાબતે ત્રણેય ઇસમોની પુછપરછ કરતા જણાવેલ કે આશરે દોઢ માસ પહેલા જામનગર ગુલાબનગર, સાંઢીયા પુલ પેટ્રોલ પંપ પાસેથી ચોરી કરી હોવાનુ જણાવતા મોટરસાયકલ કિ. ૨૦ હજાર ગણી ગુનાના કામે કબ્જે કરી હતી.
પુછપરછ દરમ્યાન આ ત્રણેય ઇસમોએ સાથે મળી અલગ અલગ જગ્યાએથી ઉપરોકત મોટરસાયકલ સિવાય કુલ ૫ મોટરસાયકલ ચોરી કર્યાનુ જણાવેલ જેમાં ૩ સીટી-બી તથા બે મોટરસાયકલ શક પડતી મિલકત તરીકે ૧૦૬ મુજબ કબ્જે કરી તેમજ એક ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.