ત્રંબા પાસે કાર પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત, પરિવારમાં કલ્પાંત
ત્રંબા પાસે કાર પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત, પરિવારમાં કલ્પાંત
October 29, 2025 10:43 AM
રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક કારની પાછળ બાઈક અથડાતા બોઘરાવદરના યુવકનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત થયું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને હાલમાં બોઘરાવદર ગામે કેશુભાઈની વાડીમાં રહી ખેત મજૂરી કામ કરત ચંદુભાઈ હર્ષદભાઈ શિંગાળા (ઉ.વ.40)ના ગત તા.25ના મોટરસાઇકલ લઈ વાડીએથી રાજકોટ તરફ આવતા હતા ત્યારે ત્રંબા નજીક આગળ કાર પાછળ બાઈક અથડાવતા યુવાન રોડ પર પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગતરાત્રીના ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.