બામણબોર પાસે હીટ એન્ડ રન: રીક્ષાએ હડફેટે લેતા બાઇકચાલકનું યુવાનનું મોત
બામણબોર પાસે હીટ એન્ડ રન: રીક્ષાએ હડફેટે લેતા બાઇકચાલકનું યુવાનનું મોત
May 08, 2026 09:56 AM
રાજકોટ ચોટીલા હાઈ-વે પર આવેલા બામણબોર ગામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ગામમાં રહેતો યુવાન બાઈક લઈ જતો હતો ત્યારે રીક્ષાએ હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા થતાં ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ બામણબોર ગામે રહેતો રોહિત લલિતભાઈ મકવાણા (ઉ.૩૦) નામનો યુવાન ગત તા.૫નાં બપોરે પોતાનું બાઈક લઈ વાડીએથી ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં રીક્ષાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રોહિતને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં આજે તેનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. મૃતક રોહિત બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.