નીટ પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ સાથે છેલ્લા ૨૬ દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ પારણાં કરી લીધા છે. જોકે, સોનમ વાંગચુકના અનશન વિરામ બાદ તરત જ અભિજિત દીપકેએ સ્પષ્ટ્ર કરી દીધું છે કે તેમનું આંદોલન પૂં થયું નથી અને શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી આ લડાઈ ચાલુ જ રહેશે.સીજેપીએ આજે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. દેશભરના અનેક વિધાર્થીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.
કાર્યકર્તા સોનમ વાંગચુકે ગઈકાલે મોડી રાત્રે પોતાની ભૂખ હડતાળ સમા
કરી. સરકાર તરફથી લેખિત ઓફર અને ખાતરી મળ્યા બાદ તેઓ ઉપવાસ તોડવા સંમત થયા. મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલમાં સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી અને તેમણે પારણા કરાવ્યા. સોનમ વાંગચુકે અનશન સમા કર્યા બાદ અભિજિત દીપકેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોનમ વાંગચુકના ત્યાગની પ્રશંસા કરવાની સાથે આંદોલન ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી.
સોનમ વાંગચુકે વધુમાં જણાવ્યું હતું કે, આજે, તેમણે લેખિત ખાતરી આપી છે. જંતર–મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા અમારા વિધાર્થીઓ અને યુવાનો અથવા ૨૦ જુલાઈના રોજ સાંસદ ચલો કૂચમાં ભાગ લેનારાઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી, એફઆઈઆર કે બીજું કઈં કરવામાં આવશે નહીં. બીજું, આ પેપર લીક ઘટનામાં મૃત્યુ પામેલા ૨૦ થી વધુ બાળકોને પૂરતું વળતર આપવામાં આવશે; તેમના પરિવારોને વળતર મળશે. ત્રીજું, આ મુદ્દા પર અને શિક્ષણ અને પરીક્ષાઓ માટે સરકારને જવાબદાર ઠેરવવા પર સંસદમાં સંપૂર્ણ ચર્ચા અને ચર્ચા થશે, જેથી ખાતરી કરી શકાય કે આવું ફરીથી ન બને અને જે બન્યું છે તેના માટે સંપૂર્ણ જવાબદારી નક્કી કરવામાં આવે.
સોનમ વાંગચુકે આગળ કહ્યું, હવે તમે ચોક્કસપણે પૂછશો કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું શું થયું. પ્રથમ, તેઓ મને આ રાજીનામું કયારે થશે તેની કોઈ ખાતરી આપી શકયા નહીં. હવે મારી પાસે બે વિકલ્પો હતા: કાં તો હત્પં વધુ અઠવાડિયા સુધી ભૂખ હડતાળ ચાલુ રાખું, અને કદાચ મારો જીવ ગુમાવી દઉં. તો પછી તમારામાંથી હજારો લોકો છેલ્લા બે કે ત્રણ અઠવાડિયાથી મને કહી રહ્યા છે કે માં જીવન મહત્વપૂર્ણ છે, અને સંઘર્ષ ચાલુ રાખવા માટે મારે ટકી રહેવું પડશે. પણ હત્પં એમ પણ માનતો નથી કે આપણે આ હાંસલ કયુ નથી. માં મન અલગ રીતે કામ કરે છે. જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો તે બાળકોને કે આપણને નુકસાન પહોંચાડશે નહીં.તે ફકત સરકારને નુકસાન પહોંચાડશે. આ નાના મુદ્દાને સંબોધિત ન કરીને, તે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું. રાજીનામું ઘણા સમય પહેલા આ બધું નુકસાન અટકાવી શકયું હોત.
સોનમ વાંગચુકે કહ્યું, આ (રાજીનામું) મારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત નહોતી. તે પોતે જ ઉકેલાઈ જશે. મારા માટે બીજી કોઈ પણ રીત કરતાં વધુ મહત્વપૂર્ણ એ હતું કે આપણા બાળકો આવા કેસોમાં ફસાઈ ન જાય. મેં જોયું છે કે લદ્દાખમાં એફઆઈઆર એ વર્ષેાથી બાળકોનું ભવિષ્ય કેવી રીતે બરબાદ કયુ છે. એવું નહીં થાય. અમે તેમની પાસેથી આ પ્રા કયુ છે. હત્પં તેનાથી ખુશ છું, અને મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે. આ મુદ્દા પર ભારતીય લોકશાહીના સૌથી મોટા મંદિર, આપણી સંસદમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવશે અને જવાબદાર ઠેરવવામાં આવશે. આ ચળવળને ટેકો આપવા બદલ હત્પં આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.