વિક્રાંત મેસી આજકાલ પોતાની વેબ સિરીઝ 'મુસાફિર કૅફે'ને લઈને ચર્ચામાં છે, જે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. આ રોમેન્ટિક સિરીઝને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે વિક્રાંત મેસીની વર્ષ 2026ની સૌથી મોટી એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં એન્ટ્રી થઈ ગઈ છે. અજય દેવગનની આગામી ફિલ્મ 'ચૌહાણ'માં વિક્રાંત મેસીને એક મોટો રોલ મળ્યો છે અને તેના પાત્રથી ફિલ્મમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે.જૂન 2026માં અજય દેવગનની આગામી ફિલ્મ 'ચૌહાણ'ની એનાઉન્સમેન્ટ થઈ હતી અને હવે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, વિક્રાંત મેસી આ ફિલ્મની સ્ટારકાસ્ટનો હિસ્સો બની ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મમાં એક મહત્વનું નેગેટિવ પાત્ર ભજવતો જોવા મળશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનંદ એલ. રાયે અજય દેવગનની એક્શન ફિલ્મ 'ચૌહાણ'માં વિક્રાંત મેસીને એક મહત્ત્વના રોલ માટે સાઈન કરી લીધો છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ એક્શન થ્રિલરમાં વિક્રાંત મેસી એવા અવતારમાં જોવા મળશે, જે પહેલાં ક્યારેય જોયો નહીં હોય. વિક્રાંત ગ્રે શેડ (વિલન) વાળા પાત્રમાં જોવા મળશે અને અજય દેવગન સાથે તેની ટક્કર થશે, એટલે કે 'ચૌહાણ'માં વિક્રાંત મેસી અને અજય દેવગન સામસામે હશે. વિક્રાંતને 'ચૌહાણ'ની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી અને તેણે આ પાત્ર માટે તરત જ હા પાડી દીધી. 'ચૌહાણ'નું શૂટિંગ 2026ના અંતમાં શરૂ થવાનું છે અને તેને 1 ઓક્ટોબર 2027ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન નીરજ યાદવે કર્યું છે અને તેને જિયો સ્ટુડિયોઝ તથા કલર યલો પ્રોડક્શન્સ ના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.