પંચમહાલના પીઢ રાજકારણી અને પૂર્વ મંત્રી ઉદેસિંહ બારીયાનું 73 વર્ષની વયે નિધન
પંચમહાલના પીઢ રાજકારણી અને પૂર્વ મંત્રી ઉદેસિંહ બારીયાનું 73 વર્ષની વયે નિધન
March 22, 2026 02:56 PM
ગુજરાત સરકારના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલ જિલ્લાના કદાવર નેતા શ્રી ઉદેસિંહ બારીયાનું ૭૩ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. ઉદેસિંહ બારીયા હાલોલ બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉદેસિંહ બારીયા હાલોલ વિધાનસભા બેઠક પર પકડ ધરાવતા નેતા હતા. તેઓ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા હતા. લોકસંપર્ક અને જમીની સ્તરના કાર્યોને કારણે તેઓ પંચમહાલમાં 'લોકનેતા' તરીકે જાણીતા હતા. ખાસ કરીને આદિવાસી અને પછાત વર્ગના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યો હંમેશા યાદ રાખવામાં આવશે.