BREAKING NEWS

દેલવાડા નજીક દારૂ ભરેલી કાર ઝડપી પાડતી ઉના પોલીસ

  • July 27, 2026 05:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેલવાડા નજીકથી ઉના પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી લઈ કારમાં રાખવામાં આવેલો 220 બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે.ઉના પોલીસ મથકના એએસઆઈ જોરૂભા, રાહુલભાઈ, હરેશભાઈ,સુનિલભાઈ બાંભણિયા રાત્રીના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઘોઘલા તરફ જીજે-11-સીએલ-5419 નંબરની કારમાં ઈંગ્લીશ દારૂ ભરી દેલવાડા તરફ આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે નવાબંદર ચોકડી પાસે વોચ ગોઠવી હતી પસાર થતી કારને રોકવાનું કહેતા ચાલકે કાર હંકારી મૂકી હતી. આથી પોલીસે પીછો કરતા દેલવાડાના અંજાર જાપે કાર રેઢી મૂકી ચાલક નાશી જતા પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 200 બોટલ રૂ. 74,224ની મળી આવતા દારૂ અને કાર મળી રૂ.4,74,224નો મુદામાલ કબજે કરી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application