BREAKING NEWS

દેશમાં દર દસ લાખ વસ્તી પર માત્ર 1.62 ફાયર સ્ટેશન, સૌથી ઓછા છે રાજસ્થાનમાં

  • June 24, 2026 06:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વિવિધ રાજ્યોમાં તાજેતરમાં થયેલા ભીષણ અગ્નિકાંડની ઘટનાઓએ ફાયર બ્રિગેડ તંત્રની સજ્જતા અને વહીવટી ખામીઓને ફરી એકવાર ઉજાગર કરી દીધી છે. વર્ષ ૨૦૨૪ના સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારત ફાયર સ્ટેશનો અને જરૂરી માનવ સંસાધનો (સ્ટાફ)ની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. દેશમાં સરેરાશ દર ૧૦ લાખની આબાદી પર માત્ર ૧.૬૨ ફાયર સ્ટેશન ઉપલબ્ધ છે, જે વૈશ્વિક સ્તરે અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે.

દેશમાં ફાયર સ્ટેશનોની સૌથી વધુ અછત રાજસ્થાનમાં જોવા મળી છે, જ્યાં જરૂરિયાત સામે ૮૫.૬ ટકાની ઘટ છે. રાજસ્થાનમાં ૮૭૪ ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર ૧૨૬, મહારાષ્ટ્રમાં ૧,૦૭૪ની જરૂરિયાત સામે માત્ર ૧૫૭, બિહારમાં ૬૫૦ની જરૂરિયાત સામે માત્ર ૧૦૭, ઝારખંડમાં ૧૮૦ની જરૂરિયાત સામે માત્ર ૩૩ અને હિમાચલ પ્રદેશમાં ૧૧૯ની જરૂરિયાત સામે માત્ર પચ્ચીસ ફાયર સ્ટેશનો ઉપલબ્ધ છે.

અહેવાલ અનુસાર, જ્યાં ફાયર સ્ટેશનોનું નબળું માળખું ઊભું કરાયું છે ત્યાં પૂરતો તાલીમબદ્ધ સ્ટાફ જ ઉપલબ્ધ નથી. મધ્યપ્રદેશમાં ફાયર સ્ટાફની સૌથી વધુ ૯૭.૬ ટકાની અછત છે. મધ્યપ્રદેશમાં ૪૦,૩૨૭ કર્મચારીઓની જરૂરિયાત સામે માત્ર ૯૬૪, બિહારમાં ૪૫,૭૧૨ની જરૂરિયાત સામે માત્ર ૧,૧૮૪, પંજાબમાં ૧૫,૬૬૮ની જરૂરિયાત સામે માત્ર ૫૭૯, છત્તીસગઢમાં ૩,૮૯૩ની જરૂરિયાત સામે માત્ર ૧૪૮ ઉપલબ્ધ અને રાજસ્થાનમાં ૨૯,૯૩૭ની જરૂરિયાત સામે માત્ર ૧,૧૫૮ સ્ટાફ જ ઉપલબ્ધ છે.


વૈશ્વિક સ્તરે ભારત ઘણું પાછળ

દેશ    દર ૧૦ લાખની વસ્તીએ ફાયર સ્ટેશન (૨૦૨૪)

રશિયા    ૧૨૬.૫૩
જાપાન    ૨૫.૧૩
ચીન    ૬.૮૨
બાંગ્લાદેશ    ૨.૮૦
ભારત    ૧.૬૨



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application