BREAKING NEWS

આસારામને સપ્રીમ કોર્ટનો ઝટકોઃ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને પડકારતી જામીન અરજી ફગાવી

  • June 30, 2026 08:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાનમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કર્યો છે, રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં આસારામે સુપ્રીમ કોર્ટમાં મેડિકલના આધાર પર જામીન અરજી કરી કરી હતી. જેનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી કહ્યું કે, આ મુદ્દે જામીન ના મળે.

કોર્ટે કહ્યું કે આસારામને તાત્કાલિક જામીન આપી શકાય નહીં. તે પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સાંભળશે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, અમે હાલમાં આસારામને જામીન આપી શકતા નથી. પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સાંભળવો જોઈએ. આસારામ એક પ્રભાવશાળી પદ ધરાવે છે; જામીન અરજીની સુનાવણી કરતી વખતે આપણે આનો પણ વિચાર કરવો પડશે.

આસારામની અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને શીલ નાગુની સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે નિર્દેશ આપ્યો કે અરજદારની તબીબી સેવાઓ જેલમાં ચાલુ રાખવામાં આવે. કોર્ટે કહ્યું કે જો ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ હોય તો જ જામીન પર વિચાર કરવામાં આવશે.

જસ્ટિસ સુંદરેશએ કહ્યું, અમે સજા સ્થગિત કરવાનું વિચારી રહ્યા નથી. જો કોઈ ગંભીર કટોકટી હોય, જેમ કે જીવને ખતરો... તો જ અમે તેના પર વિચાર કરીશું. તેમણે રાજ્યને આ તરફ ધ્યાન આપવા કહ્યું હતું. રાજ્યના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે તેમને બીજી જૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની તબિયત સારી છે.

આસારામનું પ્રતિનિધિત્વ કરતા દામા શેષાદ્રિ નાયડુએ જણાવ્યું હતું કે તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે અને અનેક બીમારીઓથી પીડાય છે. નાયડુએ દાવો કર્યો હતો કે અરજદાર 'સોશિયલ મીડિયા ટ્રાયલ'નો ભોગ બન્યા છે. પીડિતાના વકીલે આ દલીલને નકારી કાઢી હતી અને નિર્દેશ કર્યો હતો કે આ કેસમાં સગીર પીડિતાઓ પણ સામેલ છે.

આસારામે 2013ના બળાત્કાર કેસમાં તેમને દોષિત ઠેરવવા અને આજીવન કેદની સજા ફટકારવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. તેમની તબિયત ખરાબ હોવાનો હવાલો આપતા, આસારામે વચગાળાના જામીન પણ માંગ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application