શું કરો છો તમે, બજેટ મંજૂર અમે કરીએ પણ પ્રોજેક્ટ સાકાર તો તમારે કરવાના હોય ને !? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અધિકારીઓ ઉપર આગબબુલા
શું કરો છો તમે, બજેટ મંજૂર અમે કરીએ પણ પ્રોજેક્ટ સાકાર તો તમારે કરવાના હોય ને !? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અધિકારીઓ ઉપર આગબબુલા
January 19, 2026 11:14 AM
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર આજે સવારે મનપા કચેરીમાં આવતાની સાથે જ અધિકારીઓ અને ઇજનેરો ઉપર ઉકળી ઉઠ્યા હતા. બજેટમાં મંજૂર કરેલા કેટલા પ્રોજેક્ટ્સ શરૂ થયા અને કેટલા બાકી રહ્યા છે તેનો રિવ્યૂ કરવા આજે કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કમિશનર સહિતના અધિકારીઓની મિટિંગ બોલાવી છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે પાંચ કલાકે સ્ટેન્ડિંગ ચેરમેને બજેટ મીટિંગ બોલાવી છે જેમાં પાંચ પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ, કમિશનર, તમામ ડેપ્યુટી કમિશનરો અને તમામ સિટી ઈજનેરો ઉપસ્થિત રહેશે. ખાસ કરીને બજેટ આપ્યા પછી શું કર્યું ? હવે બે મહિનામાં શું ઉકાળશો ? તે સહિતના સવાલો ઉઠાવી અધિકારીઓને લક્ષ્યાંકો આપશે તેમ જાણવા મળે છે.