બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી સ્વાઈન ફ્લૂથી સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય બગડ્યા બાદ ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ રીતે બેડ રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે. જેના કારણે તેઓ મુંબઈમાં યોજાનારા સીજેપી વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકશે નહીં. શબાના આઝમીની ટીમે આ સમાચારની પુષ્ટિ કરી છે.ટીમે જણાવ્યું હતું કે
"અભિનેત્રી અને એક્ટિવિસ્ટ શબાના આઝમી મુંબઈમાં યોજાનારા પ્રદર્શનમાં જોડાવાના હતા. પરંતુ તેઓ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યા હોવાથી ડૉક્ટરોએ તેમને પૂરેપૂરો આરામ કરવાની સલાહ આપી છે, તેથી તેઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં.આ પહેલાં સોમવાર, ૨૦ જુલાઈના રોજ દિલ્હી ખાતે નીટ પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં પણ શબાના આઝમી પહોંચ્યા હતા. તે દરમિયાન પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હી પોલીસ દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસ (અશ્રુવાયુ) ના ધુમાડાને કારણે શબાના આઝમીની તબિયત અચાનક લથડી હતી અને તેમને અસ્થમાનો ભયાનક અટેક આવ્યો હતો. જોકે, તે સમયે ઈનહેલરનો ઉપયોગ કરીને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.તેમણે પોતે પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ અસ્થમાથી પીડિત છે અને અશ્રુવાયુના ધુમાડાથી તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે પેપર લીક મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. શબાના આઝમી ઉપરાંત પ્રકાશ રાજ જેવા અનેક બોલિવૂડ સેલેબ્સ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે અને તેમના અવાજને સતત મજબૂત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application