BREAKING NEWS

વ્યાજખોરીનો ભોગ બનેલા ૨૩ લોકોને રૂપિયા 1.02 કરોડની મત્તા પરત અપાવતી રાજકોટ રૂરલ પોલીસ

  • May 27, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાસાવડનો હનીફ ઉર્ફે કાળુ જામીન પર છુટતા વધુ ફરીયાદી સામે આવ્યાં, એસપી કચેરીએ સોના-ચાંદીના દાગીના, રોકડ, મકાનના દસ્તાવેજ સહિતનો મુદામાલ પરત અપાવ્યો


રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલના વાસાવડ ગામના હનીફ ઉર્ફે કાળુ સલાટ વિરુદ્ધ વ્યાજખોરીના ગુના દાખલ કરી જેલ ભેગો કરી દીધા બાદ જામીન પર છૂટતાં વધું ફરીયાદી સામે આવ્યાં હતાં. આરોપીએ સ્વૈચ્છિક ભોગ બનનારને મૂળી પરત કરી દેતાં વ્યાજખોરીનો ભોગ બનનાર ૨૩ લોકોને રૂ.૧.૦૨ કરોડની મતા પરત કરાઈ હતી.


રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા વ્યાજ-વટાઉની પ્રવૃતિ શોધી કાઢી આવી ગેર-કાયદેસર પ્રવ્રુતિ સદંતર નાબુદ કરવા અને વ્યાજખોરોના ભોગ બનેલ સામાન્ય નાગરીકોને વ્યાજના વિષચક્રમાંથી બહાર કાઢવા અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી ગોંડલ ઇન્ચાર્જ એએસપી નવીન ચક્રવર્તીના સીધા માર્ગદર્શન હેઠળ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.


જે બાદ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આરોપીનો ભોગબનનાર અન્ય લોકોને પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ કરતાં વ્યાજખોરનો ભોગ બનનાર લોકો પોલીસ સ્ટેશને આવી સંપર્ક કરેલ અને તેઓના બેંકના ચેક તથા વાહનોની આર.સી.બુક તથા સોના ચાંદીના દાગીનાઓ આરોપીએ પોતાના કબ્જામા રાખેલ છે તેવી વાત જણાવી હતી.


જેથી પોલીસે ભોગબનનારોની વિગતો મેળવી આ કામના આરોપી હનીફ ઉર્ફે કાળુ જામીન મુકત થયેલ હોય જેઓને ભોગબનનાર સાથે સંપર્ક કરાવતા આરોપી સ્વખુશીથી ભોગબનનારોના બેંકના ચેક તથા વાહનોની આર.સી.બુક તથા સોના ચાંદીના દાગીનાઓ સહિત રૂ.૧.૦૨ કરોડનો મત્તા પરત અપાવી હતી.


વ્યાજખોરી સહિતના દુષ્ણને ડામવા પોલીસે ફોન નંબર જાહેર કર્યા

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરી, અસામાજિક તત્વોની લુખ્ખાગીરી બાબતે કે નશીલા પદાર્થો બાબતે કોઇ માહિતી આપવા માગતા હોય તો રાજકોટ ગ્રામ્ય પોલીસ કન્ટ્રોક રૂમ નાં ૭૪૩૩૯૧૧૧૦૦ ઉપર તથા એસપી વિજય સિંહ ગુર્જર, એએસપી સિમરન ભારદ્વાજ, એએસપી નવીન ચક્રવર્તી રેપુડી, ડીવાયએસપી કે.જી.ઝાલા અને આર.એ.ડોડીયાનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application