BREAKING NEWS

નવાગઢ ચોકડી પાસે એસ.ટી.બસ ડિવાઇડર તોડી રોંગ સાઇડમાં ઘુસી જતા અફરાતફરી

  • July 24, 2026 09:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ–જૂનાગઢ હાઈવે પર જેતપુર નજીક આવેલી નવાગઢ ચોકડી પાસે મોડી રાત્રે એસ.ટી.ની સ્લીપર કોચ બસના ડ્રાઇવરે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. કેશોદથી પાવાગઢ તરફ જઈ રહેલી બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ સીધી રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈને તેને તોડી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ નહોતી, બીજી તરફ બસમાં સવાર મુસાફરોએ ડ્રાઇવર દાના નશામાં ધૂત્ત હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, એસ.ટી.ની ની કેશોદ–પાવાગઢ ટની સ્લીપર કોચ બસ મોડી રાત્રે જેતપુર નજીક નવાગઢ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે અચાનક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ધડાકાભેર રોડના ડીવાઈડર સાથે અથડાઈ હતી અને ડિવાઈડરના પથ્થરો તોડીને સામેના ટ્રેક પર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. બસ અથડાતા જ બસમાં સવાર મુસાફરોની ચીસ નીકળી ગઇ હતી. આસપાસના સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓના મોટા ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોએ ડ્રાઇવરની કેબિનમાં જઈને પૂછપરછ કરતાં ડ્રાઇવર ભાનમાં નહોતો અને તેના મોઢામાંથી દાની દુગધ આવી રહી હોવાનું સામે આવ્યું હતું. મુસાફર કિશોરભાઈ પરમારે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જેતપુર વટા બાદ જ બસમાં વાસ આવતી હોવાથી કંડકટરને પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રાઇવરે દાના નશામાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોએ પોતાના મોબાઈલ ફોનમાં ડ્રાઇવરની હાલતનો વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યેા હતો.
અકસ્માતની જાણ થતાં જ જેતપુર ઉધોગનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડ્રાઇવરને અટકાયતમાં લઈ લેબ અને તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) માટે ખસેડો છે, બીજી તરફ રઝળી પડેલા મુસાફરો માટે તાત્કાલિક અન્ય વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી અપાઇ હતી. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application