જામનગર એસપી રવિ મોહન સૈનીએ સહપરિવાર ગુરૂદ્વારામાં કર્યા દર્શન...
જામનગર એસપી રવિ મોહન સૈનીએ સહપરિવાર ગુરૂદ્વારામાં કર્યા દર્શન...
November 06, 2025 01:00 PM
જામનગરમાં ગુરુનાનક જન્મ જયંતી નિમિતે ગઇકાલે જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ સહ પરિવાર ગુરૂદ્વારામાં જઇને દર્શન કર્યા હતા, આ ઉપરાંત શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ સીટી-બી ડીવીઝન પીઆઇ ઝા દર્શનાથે ગયા હતા, આ તકે જામનગર એસપી સૈનીનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.
ગુરૂનાનક દેવની જન્મજયંતી નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.