ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા રાજ્યની સુરક્ષાને લઈને એક ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આજે, ૩ જુલાઈના રોજ ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આઠ સક્રિય આતંકીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આ તમામ શખ્સો ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું આખું આતંકવાદી નેટવર્ક ફરીથી સક્રિય કરવા માટે અને સ્લીપર સેલ ઊભા કરવા માટે ગુપ્ત રીતે કામગીરી કરી રહ્યા હતા.
ઝડપાયેલા આઠ આતંકવાદીઓના નામ
અહમદ ગાજીવાલા
ઇબ્રાહિમ હુસૈન ઘોઘા
ઝકારિયા દુરાની
બિલાલ મોહમ્મદ
મુદસ્સિર ગાજીવાલા
મુફ્તિ ફૌજાન
મોહમ્મદ અબ્દુલ
મોહમ્મદ અમીન શેરા
ગુજરાત એટીએસને આ અંગેની ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, આ આતંકવાદીઓ ગુજરાતમાં કોઈ મોટી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં છે અને સંગઠનનો વ્યાપ વધારી રહ્યા છે. બાતમીના આધારે એટીએસની ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં અલગ-અલગ વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમોએ ગુજરાતની સાથે-સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ દરોડા પાડીને આ ભયાનક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. અત્યંત ગુપ્તતાપૂર્વક ચલાવાયેલા આ મેગા ઓપરેશનમાં કુલ આઠ આતંકીઓને દબોચી લેવામાં એટીએસને મોટી સફળતા મળી છે.
3 લાખનું ફંડિંગ, મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા
કોઈ ટાર્ગેટ હજી સુધી હોવાનું જાણવા મળ્યું નથી. એક મજબૂત નેટવર્ક ઊભું કરતા હતા. તેઓને 3 લાખનું ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અબ્દુલા સાહબ કરીને કોઈ સાથે વાત કરતા હતા. જૈશ-એ-મોહમ્મદ વતી વડોદરામાં એક વ્યક્તિ સાથે મીટીંગ કરી હતી. 2થી 3 મહિના પહેલા મળ્યા હતા. આ શખસો મદ્રેસામાં ભણતા અને ભણાવતા હતા. મોબાઇલ ફોન, પત્રો, સાહિત્ય મળી આવ્યું છે.
અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર
આતંકીઓ પાસેથી મોબાઇલ ફોન, પત્રો સહિતનું સાહિત્ય મળી આવ્યું છે. મસૂદ અઝહરથી આતંકીઓ પ્રભાવિત હતા અને તેના ઘણા વીડિયો પણ આતંકીઓ જોતા હતા. કોઈપણ વ્યક્તિ પર ભરોસો કરતા ન્હોતા અને જે જેહાદી પર વિશ્વાસ કરે છે તેના પર જ ભરોસો મૂકતા હતા.અહમદ અને ઇબ્રાહિમ મુખ્ય સૂત્રધાર કહી શકાય છે. ટેકનિકલ ડેટા અને પૂછપરછમાં રથયાત્રામાં કોઈ પ્રવૃતિ અને રેકી અંગે કોઈ માહિતી મળી નથી.
તન્જીમ બનાવીને ગુજરાતમાં સભ્યોને જોડાવાનું કામ કરતા
આરોપીઓએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે ગુજરાતમાં "દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ (JcM)” નામની તન્જીમ બનાવી હતી. જે તન્જીમમાં હાલમાં 8 સભ્યો જોડાયા હતા અને પોતાના વિસ્તારમાં અન્ય સભ્યોને જોડાવવા આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા હતા. તેમજ આ આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર અબદુલ્લાહ અને મોહમ્મદ ઉમર સાથે સંપર્કમાં હતા અને જૈશ-એ-મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ભાષાંતર કરી તેની વિચારધારાનો પ્રચાર-પ્રસાર થઈ શકે તેવી કામગીરી કરી રહ્યા હતાં.
તેમજ જૈશ-એ-મોહમ્મદ વતી ગુજરાતમાં આંતકવાદી કૃત્ય પાર પાડવાના ષડયંત્રમાં સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા હતા. આ ષડયંત્રને પાર પાડવા માટે તેઓએ અંદાજે 3 લાખનું ફંડિંગ મેળવ્યું હતું, તેમાંથી એક જુની કાર ખરીદવામાં આવી હતી.જે હાલ સુધી પોતાના નામે કરાવી નથી.
આતંકીઓ પાસેથી મળેલી પ્રતિબંધિત સામગ્રી
ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘાના મોબાઈલમાં ઓનલાઇન નોર્ડ લોકર (Nord Locker) નામની એપલીકેશન મળી આવી છે. જેમાં જેહાદી કિતાબો, બયાન, ઓડિયો, વીડિયો અને
ફોટોગ્રાફ્સ તેમજ જૈશ-એ-મોહમ્મદના ઝંડા સહિતનું કુલ 254 જેટલું સાહિત્ય મળી આવ્યું છે.
જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસુદ અઝહરે લખેલા અને પાકિસ્તાનમાં છપાયેલા 2 પુસ્તકો તથા જેહાદને લગતી પુસ્તકો.
આતંકી સંગઠન સાથે જોડાવા માટે મસુદ અઝહરને સંબોધીને ઉર્દુ ભાષામાં ટાઇપ કરેલ 8 પત્રો તથા ઉર્દુ હસ્તાક્ષરમાં લખેલ પેજના ફોટાઓ.
ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘા તેમજ જકરીયાએ જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરની પુસ્તક દર્સ-એ-જેહાદનું ઉર્દુમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલું સાહિત્ય.