BREAKING NEWS

સરકાર બે માગ પર પોઝિટિવ, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે ફોડ ન પાડ્યોઃ સીજેપી

  • July 24, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે સીજેપી અને સરકાર વચ્ચે લગભગ 50 મિનિટ સુધી બેઠક ચાલી હતી. સીજેપીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે મંત્રીઓ સાથેની બેઠક લગભગ દસ મિનિટ ચાલી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર તેમની ત્રણમાંથી બે માંગણીઓ પર પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે.

સૌરભ દાસના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારોને એક કરોડનું વળતર આપવાના પ્રસ્તાવ પર સરકાર હકારાત્મક લાગી હતી. વધુમાં, સરકાર પ્રદર્શનકારીઓ સામે દાખલ કરાયેલી એફઆઈઆરના મુદ્દા પર પણ હકારાત્મક લાગી હતી. જોકે, ત્રીજી માંગણી અંગેના નિર્ણય અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. સીજેપીએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે પણ ચર્ચા થઈ હતી. આ અંગે આવતીકાલ બપોર સુધી સરકાર પાસે સમય માગ્યો છે.

કોકરોચ જનતા પાર્ટીએ આજે ​​દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આ દરમિયાન, સોનમ વાંગચુકે 26 દિવસ પછી તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. સરકારે તેમને અનેક મુદ્દાઓ પર ખાતરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કડક કાર્યવાહીનું વચન આપ્યું છે, અને વિપક્ષી નેતાઓ પણ વિરોધ સ્થળ પર પહોંચ્યા છે.

નીટ પેપર લીક કેસ અને શિક્ષણ પ્રણાલીમાં સુધારા અંગે સીજેપી લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. સંગઠન દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહ્યું છે. 20 જુલાઈના રોજ, જ્યારે વિરોધીઓ સંસદ તરફ કૂચ કરી હતી. ત્યારે તેમની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ઘણા વિરોધીઓ ઘાયલ થયા હતા. 

પેપર લીક વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે બે સ્તરે પહેલ કરી છે. કેબિનેટે નવા પેપર લીક બિલના મુસદ્દા પર ચર્ચા કરી, જ્યારે સીજેપી અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે વાટાઘાટો થઈ. સરકાર કાયદાને કડક બનાવવાની સાથે સાથે વાતચીત દ્વારા વિરોધ પ્રદર્શનોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application