BREAKING NEWS

રાજકોટવાસીઓ સાવધાન...રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ પાર્લર્સ, હોસ્પિટલ્સની કેન્ટિન્સમાં ફૂડ ચેકિંગ, 887 કિલો વાસી જથ્થાનો નાશ

  • June 18, 2026 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ ફૂડ ચેકીંગ અને દરોડાનો દોર સતત જારી રાખ્યો છે, દરમિયાન આજે ૨૧૭ જેટલા રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ પાર્લર્સ તેમજ હોસ્પિટલ્સની કેન્ટિન્સમાં ફૂડ ચેકિંગ, ૮૮૭ કિલો વાસી જથ્થાનો નાશ કર્યો હતો તેમજ


૬૨ પેઢીને નોટિસ ફટકારી રૂ.૧.૦૮ લાખ ની દંડ વસૂલાત કરાઇ હતી.

ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ-1, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ટાટ ફૂડ્સ, શિવાંશ સેલ્સ એજન્સી, નિરવાના એન્ટરપ્રાઇઝ (બર્ગોનોમિસ), એસ.એન. હોસ્પિટાલિટી, કે.ટી. ફૂડ વેન્ચર (કાફે,રેસ્ટરો), સંકલ્પ ઢોસા (ગુરુ કૃપા), રેવન્સ ફૂડ, પિઝાહટ, વિશ્વા ફૂડ, ડ્રેઝલર પિઝા, પટેલ વિહાર રેસ્ટોરન્ટ, નાણાંવટી ચોક, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, જે.ઠાકર રેસ્ટોરન્ટ, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, ક્રિષ્ના દાળ પકવાન, જામટાવર પાછળ, કટક-બટક ફૂડઝોન, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, બાલાજી રેસ્ટોરન્ટ (બાલાજી કેટરિંગ), નાણાંવટી ચોક, જાસલ કોમ્પ્લેક્સ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ કેન્ટીન, સહજાનંદ રેસ્ટોરન્ટ, દેવજીવન હોટલ, રૈયાધાર મેઈન રોડ, રામાપીર ચોકડી, જાનકી કોમ્પ્લેક્સ, નંદનવન રેસ્ટોરન્ટ, કોર્પોરેટ લેવલ,અયોધ્યા ચોક,150 ft રિંગ રોડ, HCG હોસ્પિટલ LLP, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલ કેન્ટીન, (મહિમા એન્ટરપ્રાઇઝ), નાણાવટી ચોક થી સિનર્જી સર્કલ 150 ફૂટ રિંગ રોડ, પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી. ધ ગ્રાન્ડ રેજન્સી, ઢોલામારુ રેસ્ટોરન્ટ, ઢેબર રોડ, ધ પાઈનેવીંટા હોટલ, ગોંડલ રોડ, બોમ્બે ગેરેજ, પેટ્રોલ પંપની બાજુમાં, મરાસા હોસ્પિટાલીટી પ્રા.લી.,સર્વર પોર્ટીકો હોટલ, એસ. કુમાર એસોશીએટ પ્રા.લી. કંફર્ટ ઇન લેગસી હોટલ, લીમડા ચોક, જોય એન્ટરપ્રાઇઝ, કસ્તુરબા રોડ, આર.કે.એન્ટરપ્રાઇઝ (ટેમ્પટેશન રેસ્ટોરન્ટ), કસ્તુરબા રોડ, યોગી આનંદ કોમ્પ્લેક્સ, સરગમ ફૂડ્સ, બિલખા પ્લાઝા, ગ્રા. ફ્લોર,કસ્તુરબા રોડ, ચરખા ઇટરી, મહાત્માગાંધી મ્યુઝિયમ પરિસર, જવાહર રોડ, ખોડિયાર રેસ્ટોરન્ટ તથા બજરંગ રેસ્ટોરન્ટ, સાઈબાબા સર્કલ, બિઝનેસ પોઈન્ટ શોપ નં-13, પર્વ રેસ્ટોરન્ટ, રોલેક્સ રોડ, કોઠારીયા, બર્ગર ભાઉ, સુરભી પોસિબલ-3, ઓમકાર સ્કૂલ સામે, કોઠારીયા રોડ, રાજકોટ સહિતના સ્થળે ચેકીંગ કરાયું હતું અને જ્યાંથી વાસી જથ્થો મળ્યો ત્યાંથી નાશ કરાયો છે.


તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેટની પાસે હોકર્સ ઝોન, કુંડલીયા કોલેજ પાસે હોકર્સ ઝોન, જામ ટાવર પાસે હોકર્સ ઝોન, વિરાણી હોકર્સ ઝોન, પીડી માલવિયા હોકર્સ ઝોન, કુવાડવા રોડ થી ગ્રીનલેંડ ચોકડી સુધી બંને બાજુ હોકર્સ ઝોન, મેઘાણી રંગ ભુવન હોકર્સ ઝોન, હેમુ ગઢવી હોલ સામે હોકર્સ ઝોન, પીડીએમ કોલેજ સામે હોકર્સ ઝોન, રેલનગર આસ્થા હોકર્સ ઝોન, પારુલ બગીચો હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી ૨૧૭ પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 887 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ ૬૨ પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ રૂ.1,08,000/- ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application